Home News ભારતીય વાયુસેના C-17 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ રોમાનિયા જવા રવાના થશે

ભારતીય વાયુસેના C-17 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ રોમાનિયા જવા રવાના થશે

Face Of Nation 01-03-2022 : IAFનું C-17 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ આવતીકાલે (બુધવાર) સવારે 4 વાગ્યે યુક્રેનથી ભારતીય નાગરિકોને પરત લાવવા રોમાનિયા માટે રવાના થશે. એરક્રાફ્ટ દિલ્હી નજીક હિંડન ખાતેના તેના હોમ બેઝ પરથી ઉડાન ભરશે. IAF અધિકારીએ આ જાણકારી આપી છે. તો બીજી તરફ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને કાઢવા માટે ભારતીય વાયુ સેનાની મદદ લેવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી મોદીએ એરફોર્સને ઓછામાં ઓછા સમયમાં વધુને વધુ લોકોને મદદનું કહેવાયું છે. ભારતીય વાયુસેના આજેથી ઓપરેશન ગંગામાં C-17 વિમાન તહેનાત કરશે. એરફોર્સે યુક્રેનથી ભારતીય નાગરિકોને એરલિફ્ટની મંજૂરી આપી છે. હિંડન એરબેઝ પરથી C-17 ગ્લોબમાસ્ટર અને IL-16 ઉડાન માટે તૈયાર છે.
ફિલિપિન્સથી કાબુલ સુધી સંજીવની બન્યું C-17 ગ્લોબમાસ્ટર
C-17 ગ્લોબમાસ્ટરે અફઘાનિસ્તાનમાં અશાંતિ દરમિયાન 640 લોકોને લઈને ઉડાન ભરી હતી. ભારતીય વાયુસેનાએ C-17 ગ્લોબમાસ્ટર વિમાનની મદદથી ભારતીયોને કાબુલથી બે ર એરલિફ્ટ કર્યા હતા. ભારત પાસે 11 C-17 ગ્લોબમાસ્ટર વિમાન છે. આ વિમાન પર રાઈફલ અને હથિયારોની ફાયરિંગની કોઈ અસર થતી નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).