Face Of Nation 02-03-2022 : રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાતા હતો પરંતુ આજે સામાન્ય વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 162 નવા કેસ નોંધાયા છે. એટલે કે 28 ફેબ્રુઆરી કરતાં 45 વધારે નોંધાયા છે. તો આજે 333 દર્દી સાજા થયા છે . રાજ્યમાં 2 લોકોના મોત થયાં છે. વડોદરા જિલ્લો અને વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાથી 1-1નાં મોત થયા છે. રાજ્યમાં સતત 4 દિવસથી 2-2દર્દીના મોત નોંધાઈ રહ્યા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ વધીને 98.97 ટકા થઈ ગયો છે.
16 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 22 હજાર 790ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 932 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 10 હજાર 211 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1 હજાર 647 એક્ટિવ કેસ છે, જેમાંથી 16 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1 હજાર 631 દર્દીની હાલત સ્થિર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).