Face Of Nation 2-3-2022 : “છ દિવસ અગાઉ રશિયાને એવું હતું કે, તેઓ યુક્રેન ઉપર યુદ્ધ કરીને વિશ્વની મહાસત્તા બની જશે પરંતુ તેનું ગણિત ખોટું પડ્યું છે, રશિયાએ વિચાર્યું નહીં હોય કે યુક્રેન આટલું મજબૂતાઈથી લડત આપશે.” આ વાક્યો છે અમેરિકી રાષ્ટ્રને સંબોધતા પ્રમુખ જો બાઇડનના. યુક્રેનની રાજદૂત મહિલાને મજબૂત કહીને તેમને બિરદાવી હતી. બાઇડને વધુમાં જણાવ્યું હતું કે, અમે વિશ્વના દેશો સાથે જોડાયેલા છીએ. વિશ્વના દેશોથી પુતિન હવે છુટા પડી ગયા છે. યુક્રેનને બચાવ માટે અમે મદદ કરીશું. રશિયા સાથેની ફ્લાઇટો અને વેપાર સદંતર બંધ કરી દેવામાં આવશે.
Together with our allies, we are providing support to the Ukrainians in their fight for freedom.
Military assistance. Economic assistance. Humanitarian assistance.
And we will continue to aid the Ukrainian people as they defend their country and to help ease their suffering.
— President Biden (@POTUS) March 2, 2022
President Putin thought he could roll into Ukraine — and the world would roll over.
Instead, he met a wall of strength he never imagined.
He met the Ukrainian people.
— President Biden (@POTUS) March 2, 2022
અમેરિકી પ્રમુખ જો બાઇડને આજે રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. જેમાં તેમણે યુક્રેનને મદદ કરવા માટેની જાહેરાત કરી છે. રશિયાના પગલાંને ખોટું ગણાવતા તેમણે યુક્રેનને મદદ કરવાની જાહેરાત કરતા જ યુક્રેનની તાકાત બમણી થઇ ગઈ છે. રશિયાએ લીધેલા પગલાંથી વિશ્વભરના મોટાભાગના દેશો તેનો વિરોધ કરીને યુક્રેનને સહયોગ કરી રહ્યા છે ત્યારે વિશ્વ સત્તા અમેરિકાએ પણ આજે ખુલ્લી જાહેરાત કરીને યુક્રેનને સપોર્ટ કર્યો છે. સાથે જ કોરોનામાંથી અમેરિકાને માસ્ક ફ્રી કરવાની જાહેરાત કરી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચારોની અપડેટ મેળવવા “NEWS” લખીને આપ અમને 9328282571 ઉપર વોટ્સએપમાં મેસેજ કરી શકો છો આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).