Face Of Nation 02-03-2022 : રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને સૌરાષ્ટ્રની જાણીતી કડવા પાટીદાર સમાજની સંસ્થા યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. મહેન્દ્ર ફળદુએ આપઘાત કરતાં પહેલાં એક સુસાઇડ નોટ પણ લખી રાખી હતી અને એ દરેક અખબારમાં મોકલવામાં આવી હતી. બાદમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલી પોતાની ઓફિસમાં ઝેરી દવા પી તેમજ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી, જેની જાણ થતાંની સાથે જ તેમનાં મિત્રવર્તુળો તેમજ રાજકીય આગેવાનો પહોંચી ગયાં હતાં અને મૃતદેહને સિવિલ હોસ્પિટલ લાવી કાર્યવાહી હાથ ધરી છે. સુસાઈડ નોટરૂપી પ્રેસ નોટમાં તેમને આપઘાત પાછળ ઓઝન ગ્રૂપ જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે અને લખ્યું છે કે મારી 33 કરોડની મિલકતના દસ્તાવેજો કરી આપતા નથી.
સુસાઇડ નોટરૂપી પ્રેસ નોટ લખી મીડિયાને મોકલી
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર નક્ષત્ર બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતા જાણીતા ઉદ્યોગપતિ અને સૌરાષ્ટ્રની પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થા યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આજે સવારના સમયે ઝેરી દવા પી અને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા કરતાં પહેલાં એક સુસાઇડ નોટરૂપી પ્રેસ નોટ લખી હતી, જે દરેક અખબારોમાં મોકલી હતી. આ પ્રેસ નોટમાં તેમને તેમના આપઘાત પાછળ ઓઝોન ગ્રૂપ જવાબદાર હોવાનું જણાવ્યું છે, સાથે જ અમિત ચૌહાણ, એમ.એમ.પટેલ, અતુલ મહેતા અને અમદાવાદના લોકો જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે.
આ ઘટના બનતાં સૌ કોઈ લોકો શોક થઇ ગયા
બનાવની જાણ થતાં તેમનાં પરિવારજનો મિત્રો તેમજ રાજકીય આગેવાનો સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યાં હતાં. રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ તેમના નજીકના મિત્ર છે, તેઓ પણ આજે આ બનાવ બનતાં અવાચક થઈ ગયા હતા. મિત્ર મહેન્દ્રભાઈ ક્યારેય આવું પગલું ભરે એવું સ્વપ્ને પણ વિચારી શકાય એમ ન હતું, પરંતુ આજે આ ઘટના બનતાં સૌ કોઈ લોકો શોક થઇ ગયા છે. હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરાઇ છે, જ્યાં મોટી સંખ્યામાં તેમના સંબંધીઓ, મિત્રો, રાજકીય આગેવાનો અને પરિવારજનો આવી પહોંચ્યાં છે.
મહેન્દ્રએ ગઈકાલે સાંજે સવારે સ્ટાફને મોડું આવવાનું કહ્યું હતું
ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર ફળદુને સંતાનમાં એક જ દીકરો છે જેનું નામ પ્રિયાંક ફળદુ છે. એ પણ પિતાના વ્યવસાયમાં સાથે કામ કરતા હતા અને થોડા સમય પહેલાં જ તેમના લગ્ન થયા હતા. ગઇકાલે રાત્રિના મહેન્દ્ર ફળદુએ ઓફિસ સ્ટાફને સવારે ઓફિસ મોડું આવવા માટે સૂચના આપી હતી અને પોતે સવારે 8.30 વાગ્યે ઘરેથી નીકળી સીધા ઓફિસ પહોંચ્યા હતા અને ઓફિસ પહોંચી આત્મહત્યા કરી લીધી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).