Home Sports Mahi in Surat : ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પ્રેક્ટિસ માટે સુરતમાં આવી...

Mahi in Surat : ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પ્રેક્ટિસ માટે સુરતમાં આવી પહોંચી

Face Of Nation 02-03-2022 : આજે ચેન્નાઈ સુપર કિંગ્સના ઓફિશયલ પેજ પર આ ધોનીનો ફોટો શેર કરીને લખવામાં આવ્યું છે, સિંઘમ ઈન સુરત. ધોનીના સુરત આવવાથી સુરતના ક્રિકેટરસિકો અને ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો લાલભાઈ સ્ટેડિયમ પર ટીમનો ઉત્સાહ વધારવા પહોંચ્યા હતા. સુરતમાં 7 માર્ચથી 22 માર્ચ સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરશે. ત્યારબાદ તેઓ મેચના શિડ્યુલ પ્રમાણે આઈપીએલની મેચ રમવા ટીમ રવાના થશે. હાલ ટીમના તમામ સભ્યો બાયો-બબલમાં ભાગ રૂપે ક્વોરન્ટાઇન રહેશે. ત્યારબાદ પ્રેક્ટિસ શરૂ કરશે.
ગ્રાઉન્ડ ઉપર એકપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં
ટીમના મહેન્દ્રસિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, ઋતુરાજ ગાયકવાડ સહિતના 25 જેટલા પ્લેયરો, 15 નેટ બોલર , બેટીંગ અને બોલીગં કોચ, ફિઝીયોની ટીમ સહિત કુલ 86 વ્યકિતનો સ્ટાફ ડુમસરોડની એક ખાનગી હોટલમાં રોકાણ કરવાના છે અને સુરત પ્રવાસ દરમ્યાન તેઓ બાયોબબલમાં જ રહીને પ્રેકટીસ કરશે. જોકે ચેન્નઈ ટીમના રવિન્દ્ર જાડેજા હાલ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાના સભ્યો છે. જેથી સીરિઝ બાદ તે ચેન્નઈ ટીમ સાથે જોડાઈ જશે. ચેન્નાઈની ટીમ દ્વારા પ્લેયરોની અવરજવર માટે ખાસ વાહન વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. તેમજ પ્રેકટીસ દરમિયાન ગ્રાઉન્ડ ઉપર એકપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં.
ચેન્નાઈના મેનેજમેન્ટ દ્વારા પ્રેકટીસ સેશન સુરતમાં રાખવાનું નક્કી કર્યું
સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ પર પ્રેક્ટિસ માટેની સૌથી વધારે 72 પીચ છે. જે ભારતના એકપણ સ્ટેડિયમમાં નથી. એટલું જ નહીં હવે મુંબઈ અને અમદાવાદની જેમ લાલ માટીની પીચ પણ અહીં તૈયાર કરવામાં આવી છે. આ કારણથી ચેન્નાઈ સુપર કિંગ્સની મેનેજમેન્ટ ટીમ અને એક્સપર્ટ દ્વારા સુરતની પીચ અને વ્યવસ્થાની ચકાસણી થોડા સમય પહેલા કરવામાં આવી હતી. જે તમામ વ્યવસ્થા જોયા બાદ આખરે ચેન્નાઈ સુપર કિંગ્સના મેનેજમેન્ટ દ્વારા પ્રેકટીસ સેશન સુરતમાં રાખવાનું નક્કી કર્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)