Home Uncategorized રાષ્ટ્રપતિ પુતિન ત્રણ દિવસમાં યુક્રેન જીતવા માંગતા હતા : રશિયન સૈનિક

રાષ્ટ્રપતિ પુતિન ત્રણ દિવસમાં યુક્રેન જીતવા માંગતા હતા : રશિયન સૈનિક

Face Of Nation 02-03-2022 : યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયન સૈનિકનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે રાષ્ટ્રપતિ પુતિન 3 દિવસમાં યુક્રેનને જીતવા માંગતા હતા. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે સાતમો દિવસ છે. જો રશિયા તરફથી સતત હુમલો થઈ રહ્યો છે તો યુક્રેન પણ જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ભારતે માનવતાવાદી સહાય તરીકે દવાઓ અને અન્ય રાહત સામગ્રીનું પહેલૃું કન્સાઈનમેન્ટ પોલેન્ડ થઈને યુક્રેન મોકલ્યું છે.
હોર્લિવકા અને યાસિનુવાટાના રહેણાંક વિસ્તારો તબાહ થયા
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. રશિયાએ ડોનેત્સક પ્રદેશમાં હોર્લિવકા અને યાસિનુવાતાના રહેણાંક વિસ્તારોને તબાહ કરી દીધા છે. તો બીજીબાજુ ચીને કહ્યું છે કે, યુક્રેન છોડતી વખતે તેનો એક નાગરિકને ગોળી વાગતાં ઘાયલ થયો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે, આ ઘટના મંગળવારે બની જ્યારે તે વ્યક્તિ યુક્રેન છોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. કિવમાં ચીની દૂતાવાસે તરત જ મદદ પૂરી પાડવા માટે વ્યક્તિનો સંપર્ક કર્યો. વાંગે પત્રકારોને જણાવ્યું કે, ઘાયલ વ્યક્તિ ખતરાની બહાર છે. તેમણે કહ્યું કે, દૂતાવાસ વ્યક્તિની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને સહાય આપવાનું ચાલુ રાખશે.
બોક્સર નીરજ ગોયત યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની મદદ માટે આગળ આવી
ભારતીય પ્રોફેશનલ બોક્સર નીરજ ગોયત રશિયન હુમલા બાદ યુક્રેનમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને મુશ્કેલીમાં મુકાયેલા લોકોને મદદ કરવા માટે તેમના સંપર્કોનો ઉપયોગ કરી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)