Face Of Nation 02-03-2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રીએ યુક્રેનની પરિસ્થિતિની સમીક્ષા કરી, ખાસ કરીને ખાર્કિવમાં જ્યાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. તેઓએ સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા અંગે ચર્ચા કરી.
UNમાં રશિયાની વિરૂદ્ધ પ્રસ્તાવ : 35 દેશ વોટિંગથી દૂર રહ્યાં, પક્ષમાં પડ્યાં 141 વોટ
યુક્રેન પરના હુમલા વચ્ચે આજે UNGAમાં રશિયા વિરૂદ્ધ નિંદા પ્રસ્તાવ પાસ થયો છે. રશિયા વિરૂદ્ધ 141 મત પડ્યા જ્યારે રશિયાના સમર્થનમાં માત્ર 5 જ મત પડ્યા. તો ભારત સહિત 35 દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. રશિયાના સમર્થનમાં મત આપનારાઓ દેશ છે- રશિયા, બેલારુસ, નોર્થ કોરિયા, ઈરીટ્રિયા અને સીરિયા. ગેરહાજર રહેનારા દેશોમાં ભારત, પાકિસ્તાન, ચીન, ઈરાક અને ઈરાન સામેલ છે.
ઝેલેન્સકી જો ઈચ્છે તો દેશ છોડી શકે છે: જો બાઈડેન
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને રશિયા-યુક્રેન યુદ્ધને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી ઈચ્છે તો દેશ છોડી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)