Home Uncategorized ‘ઓપરેશન ગંગા’ : ભારતીય વાયુસેનાનું ચોથું વિમાન બુકારેસ્ટથી હિંડન એરપોર્ટ પહોંચ્યું

‘ઓપરેશન ગંગા’ : ભારતીય વાયુસેનાનું ચોથું વિમાન બુકારેસ્ટથી હિંડન એરપોર્ટ પહોંચ્યું

Face Of Nation 03-03-2022 : યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાના ઓપરેશન અંતર્ગત 200 ભારતીયને લઈને એરફોર્સનું પ્રથમ C-17 ગ્લોબમાસ્ટર વિમાન ગુરુવારે વહેલી સવારે હિંડન એરબેઝ પર ઊતર્યું. વિમાને રોમાનિયાના બુખારેસ્ટથી ઉડાન ભરી હતી. એ પછી સવારે 8 વાગ્યા સુધીમાં બીજા બે C-17 ગ્લોબમાસ્ટર યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઈને દિલ્હી પહોંચી ગયા છે. બીજા વિમાનમાં 220 અને ત્રીજા વિમાનમાં 208 ભારતીય દિલ્હી પહોંચ્યા છે. રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટે પ્રવાસીઓનું સ્વાગત કર્યું. બીજી તરફ ભારતમાં રશિયાની એમ્બેસીએ દાવો કર્યો છે કે ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવીને યુક્રેન માનવીય કવચના રૂપમાં ઉપયોગ કરી રહ્યું છે. જોકે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અત્યારસુધીમાં આવો કોઈ રિપોર્ટ નથી. તો બીજી તરફ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને લઈને ભારતીય વાયુસેનાનું ચોથું વિમાન બુકારેસ્ટથી હિંડન એરપોર્ટ પહોંચ્યું હતું. કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય ભટ્ટે એરપોર્ટ પર વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. આ ફ્લાઈટમાં 180 ભારતીયો આવ્યા છે.
દૂતાવાસમાંથી યુક્રેનિયન ધ્વજ અને સાઈનબોર્ડ હટાવ્યાં
એક મીડિયા રિપોર્ટ અનુસાર, મોસ્કો અને કિવ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને લઈને રશિયામાં યુક્રેનિયન એમ્બેસીમાંથી યુક્રેનિયન ધ્વજ હટાવી દેવામાં આવ્યો છે.
યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીએ ભારત સરકારના વખાણ કર્યા
યુક્રેનથી ભારત પરત ફરેલી ઉજ્જલા ગુપ્તાએ કહ્યું કે, હું સરકારને વિનંતી કરું છું કે કિવ અને ખાર્કિવમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવે કારણ કે ત્યાં સ્થિતિ ગંભીર છે. યુક્રેનમાંથી તમામ ભારતીયોને બહાર કાઢવાના અમારી સરકારના પ્રયાસોની હું પ્રશંસા કરું છું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).