Face Of Nation:ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, તૈયારીઓને પણ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે ભગવાનના મોસાળ સરસપુર ખાતે મામેરાને લઈને કેટલાય સમયથી વિવાદ ચાલતો હતો. જેને હવે જોર પકડ્યું છે. જેને અંતે હવેથી 2 ભગવાનના 2 મામેરા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભગવાનના મોસાળ સરસપુર ખાતે રણછોડરાયનું મંદિર આવેલું છે જ્યાં દર વર્ષે પરંપરાગત રીતે મામેરું ભરાય છે ત્યારે સરસપુરમાં જ વાસણ શેરીમાં પણ પૌરાણિક મંદિર આવેલું છે. બંને મંદિર વચ્ચે કેટલાય સમયથી વિવાદ તો ચાલી જ રહ્યો હતો. મૂળ ભગવાનના મામેરાને લઈને વિવાદે જોર પકડ્યું છે. વાસણ શેરીમાં આવેલા મંદિરના મહંતે તેમના મંદિરથી પણ મામેરું ભરાય તેવી સંતો અને લોકોની માંગણી છે તેવું જણાવ્યું હતું.
રથયાત્રા જયારે સરસપુરમાં આવવાની શરૂઆત થઇ હતી ત્યારે વાસણશેરીમાં આવેલા રણછોડરાયના મંદિરે જ સંતો અને લોકો આવતા હતી અને ત્યાં જ સંતોને જમાડવામાં પણ આવતા હતા. અત્યારે પણ સંતો વાસણ શેરીમાં જ આવે છે અને સંતોએ પણ ભગવાનનું મામેરું કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એટલે કે હવે રથયાત્રાની 2 પરંપરા બદલાશે. જે પ્રમાણે ગજરાજની પરંપરા બદલે તેમ હવે મામેરાની પણ પરંપરા બદલાશે અને 2 મામેરા થશે જેમાં એક મામેરું યજમાન કરશે અને એક મામેરું સંતો દ્વારા કરવામાં આવશે.