Home Gujarat ગુજરાતમાં કોરોનાના નવા 128 કેસ નોંધાયા, એક વ્યકિતનું મૃત્યુ

ગુજરાતમાં કોરોનાના નવા 128 કેસ નોંધાયા, એક વ્યકિતનું મૃત્યુ

Face Of Nation 03-03-2022 : ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 03 માર્ચના રોજ કોરોનાના નવા 128 કેસ નોંધાયા છે. તેમજ કોરોનાના લીધે એક વ્યકિતનું મૃત્યુ થયું છે.જેમાં અમદાવાદમાં 52, વડોદરામાં 13, રાજકોટમાં 05, સુરતમાં 04, ગાંધીનગરમાં 08, ભાવનગરમા 02, જામનગરમાં 03 અને જૂનાગઢ જિલ્લામાં શૂન્ય કેસ નોંધાયા છે.
12 લોકો વેન્ટિલેટર પર
રાજયમાં એક્ટિવ કેસની સંખ્યા 1250 થઈ છે. જેમાં 12 લોકો વેન્ટિલેટર પર છે તેમજ 1238 લોકો સ્ટેબલ છે. તેમજ રાજયમાં કોરોનાના લીધે અત્યાર સુધી 10934 લોકોના મૃત્યુ થયા છે.આ ઉપરાંત ડાંગમાં 09, તાપીમાં 06, બનાસકાંઠામાં 05, કચ્છમાં 04, આણંદમાં 03, ખેડામાં 03, દાહોદમાં 02, મહેસાણા 02, સુરેન્દ્રનગરમાં 02, અમરેલીમાં 01, દ્વારકામાં 01, નવસારી 01, પાટણમાં 01 અને વલસાડ 01 કેસ નોંધાયો છે. જયારે અન્ય જિલ્લાઓમાં કોરોનના શૂન્ય કેસ નોંધાયા છે.
જાહેરસ્થળો પર માસ્ક અને સામાજિક અંતર ફરજીયાતનો નિયમ યથાવત
ઉલ્લેખનીય છે, રાજ્યમાં કોરોનાના કેસમાં રોજેરોજ ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સોમવારે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે. રાજ્યમાં હવે લગ્ન પ્રસંગ અને સામાજીક પ્રસંગમાં લોકોની હાજરીની નિયત સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. સાથે ગૃહ વિભાગે લગાવેલા નિયંત્રણો દૂર કરી દીધા છે. એટલું જ નહીં આ નિયંત્રણો 31મી માર્ચ સુધી જાહેર અને સામાજીક તથા રાજકીય કાર્યક્રમમાં નિયત કરાયેલી સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. જાહેરસ્થળો પર માસ્ક અને સામાજિક અંતર ફરજીયાતનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ 2 માર્ચથી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજૂ કરી પ્રવેશ મેળવી શકશે.
વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી
જેમાં કોવિડ એપ્રોપ્રિએટ બિહેવીયર અન્વયે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ અને સેનીટાઇઝેશન-વારંવાર હાથ ધોવાના નિયમો યથાવત રહેશે. તેમજ બંધ જગ્યાએ યોગ્ય વેન્ટીલેશન રાખવાનું રહેશે. જ્યારે સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ હવે તા. ર માર્ચ-ર૦ર૨ થી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજુ કરી પ્રવેશ મેળવી શકશે. વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી. તેમજ ભારત સરકાર દ્વારા જારી કરાયેલી કોવિડ સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનો તા. ૩૧ માર્ચ ર૦રર સુધી રાજ્યમાં અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).