Face Of Nation 04-03-2022 : સંરક્ષણ મંત્રાલય દ્વારા 10 થી 14મી માર્ચ દરમિયાન ગાંધીનગર ખાતે દ્વિવાર્ષિક સંરક્ષણ પ્રદર્શન- ડીફેન્સ એક્સ્પોના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ સંરક્ષણ પ્રદર્શનમાં હવાઈદળ, નૌકાદળ, અને ભૂમિદળ દ્વારા આંતરિક સુરક્ષા અને ઈલેક્ટ્રોનિક સિસ્ટમ પર ધ્યાન કેન્દ્રિત કરાશે.
સેમિનાર વિશ્વભરમાં પ્રસારિત કરાશે
ભારત, વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદન હબ તરીકે ઉભરી આવવાની પ્રચંડ ક્ષમતા છે. તેમાં રૂબરૂ અને વર્ચ્યુઅલ રીતે ભાગ લેવા માટે વક્તાઓ તેમજ પ્રેક્ષકોને છૂટ આપવામાં આવી છે. આ દરમિયાન યોજાનારા સેમિનાર વિશ્વભરમાં પ્રસારિત કરવામાં આવશે. અગ્રણી ઉદ્યોગ મંચ, મીડિયા હાઉસ, ભારતીય ઉદ્યોગ, DRDO, નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને રાજ્ય સરકારો સહભાગી બનશે. સેમિનાર માટે સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રના અગ્રણી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય નિષ્ણાતોને વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. સેમિનારની વિગતો માટે મોબાઇલ એપ તૈયાર કરવામાં આવ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).