Face Of Nation 04-03-2022 : 28 માર્ચથી ગુજરાત બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. જેને લઈને ગુજરાત બોર્ડ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ,વાલીઓને માર્ગદર્શન તથા મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર- 18002335500 નંબર 14 માર્ચથી 12 એપ્રિલ સુધી કાર્યરત રહેશે. આ હેલ્પલાઇનમાં એક્સપર્ટ કાઉન્સલેર અને સાયકોલોજીસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. સવારે 10થી સાંજે 6:30 વાગ્યા સુધી હેલ્પલાઇન નંબર ચાલુ રહેશે.
14 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે
ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આ વર્ષે 28 માર્ચથી 12 એપ્રિલ સુધી યોજાશે. આ વર્ષે ધોરણ-10માં પ્રથમ વખત ગણિતની 2 પરીક્ષા અલગ અલગ દિવસે લેવાશે, જેમાં 30 માર્ચે બેઝિક ગણિત અને 31 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવાશે. કોરોનાની પરિસ્થિતિને કારણે ગત વર્ષે બોર્ડમાં માસ પ્રમોશન અપાયું હતું, જેથી પરીક્ષા યોજાઈ નહોતી, એવામાં બે વર્ષ બાદ આ વખતે બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે. આ વખતે 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે.
ધો. 10માં 9.70 લાખ જેટલાં ફોર્મ ભરાયાં
સૂત્રો મુજબ, ધોરણ 10માં અદાજિત 9.70 લાખની આસપાસ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે ફોર્મ ભર્યાં છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યાં હોવાનું સામે આવ્યું છે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ જેટલાં ફોર્મ ભરાયાં છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).