https://youtu.be/ERQHWujoWLI
Face Of Nation 04-03-2022 : યુક્રેનના ચેર્નિહાઈવ ક્ષેત્રમાં રશિયાએ હવાઈ હુમલામાં બે સ્કૂલ અને ઘરો પર હુમલા કર્યા હતા. બીજીતરફ કીવથી 70 કિલોમીટર દૂર સુકાચી શહેરમાં પણ રશિયન આર્મીએ બોમ્બ વિસ્ફોટ કર્યા હતા. જેમાં 22 લોકોનાં મોત નિપજ્યા છે જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે. ચેર્નિહાઈવના ગવર્નરે એક ઓનલાઈન પોસ્ટમાં આ જાણકારી આપી. તેમને કહ્યું કે બચાવ કાર્ય ચાલુ છે. કીવ ઈન્ડિપેન્ડન્ટનો રિપોર્ટ છે કે નજીકના વિસ્તારમાં માત્ર કેટલીક સ્કૂલ, કિંડરગાર્ટન અને એક હોસ્પિટલ હતી.
સેટેલાઈટ તસવીરમાં જોવા મળી તબાહી
રશિયા યુક્રેન પર સતત હુમલો કરી રહ્યું છે. પરંતુ હવે કદાચ પોતાના પર હુમલાનો ડર તેને સતાવી રહ્યો છે. જાણકારી અનુસાર રશિયાએ S-400 એર ડિફેન્સ સિસ્ટમનો યુદ્ધાભ્યાસ શરુ કર્યો છે. S-400નો ઉપયોગ દુશ્મનોના હવાઈ હુમલાને નિષ્ફળ બનાવવા માટે કરવામાં આવશે.
યુક્રેનમાં જપ્ત થશે રશિયન સંપત્તિ
રોયટર્સ મુજબ યુક્રેનની સંસદે દેશમાં રશિયા અને રશિયન નાગરિકોની સંપત્તિ જપ્ત કરવાનું બિલ પાસ કર્યું છે. તો બીજીતરફ રશિયા પર પશ્ચિમી દેશો દ્વારા પ્રતિબંધ લગાડવાનું યથાવત છે. કેનેડાએ પોતાના દેશમાં રશિયા અને બેલારુસથી આયાત થતી વસ્તુઓ પર 35 ટકા ટેરિફ લગાવી દીધો છે. કેનેડાના ડેપ્યુટી PMના સૂત્રોથી આ જાણકારી આપી.
ભારતનો S-400 મિસાઈલ સોદો રદ થઈ શકે છે
અમેરિકાએ રશિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધોના કારણે ભારતનો S-400 મિસાઈલ સોદો પણ રદ થઈ શકે છે. અમેરિકાના CAATSA કાયદા અંતર્ગત ભારતને પ્રતિબંધોમાં છૂટ આપવી અથવા તેને લાગુ કરવા વિશેનો નિર્ણય રાષ્ટ્રપતિ જો બાઈડન જ લેશે. . (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).