Home Sports કોહલીની ટેસ્ટ મેચની ‘સદી’ : મેદાન પર કોચ દ્વારા સન્માન, અનુષ્કાએ પણ...

કોહલીની ટેસ્ટ મેચની ‘સદી’ : મેદાન પર કોચ દ્વારા સન્માન, અનુષ્કાએ પણ હાજરી આપી

Face Of Nation 04-03-2022 : ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં વિરાટે ખાસ સિદ્ધિ મેળવી છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કોહલીની આ 100મી ટેસ્ટ મેચ છે. તેવામાં આ ખાસ સિદ્ધિ માટે BCCIએ કોહલીને સન્માનિત કરવા સ્પેશિયલ કેપ બનાવી છે. જેને ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે મેચ શરૂ થાય એની પહેલા વિરાટને સોંપી છે. ઉલ્લેખનીય છે કે આ ખાસ ક્ષણમાં વિરાટની પત્ની અને બોલિવૂડ સ્ટાર અનુષ્કા શર્માએ પણ મેદાનમાં હાજરી આપી હતી. વળી વિરાટ પણ કેપ મેળવ્યા પછી પોતાની પત્નીને ભેટી પડ્યો હતો.
મેં ક્રિકેટના મુખ્ય ફોર્મેટમાં 100 મેચ પૂરી કરી- વિરાટ
વિરાટ કોહલી 100મી ટેસ્ટ રમનારો ભારતનો 12 ખેલાડી બની ગયો છે. તેવામાં BCCIએ જે ખાસ સેરેમની અને કેપ આપવાનું આયોજન કર્યું હતું તેમાં સમગ્ર ભારતીય ટીમે હાજરી આપી હતી. કોહલીએ સ્પેશિયલ કેપ લીધા પછી કહ્યું કે આ મારા માટે ખાસ ક્ષણ છે. મારી પત્ની અને મારો ભાઈ અહીં હાજર છે. મારા પરિવારના દરેક સભ્ય ઘણા ખુશ છે. હું આના માટે તમામ ટીમ મેમ્બર અને BCCIનો આભારી છું. અત્યારે મોટાભાગે દરેક ક્રિકેટર IPL અને લિમિટેડ ઓવર ક્રિકેટમાં ધ્યાન આપે છે તેવામાં મારા માટે ક્રિકેટના મુખ્ય એવા ટેસ્ટ ફોર્મેટમાં 100મી મેચ રમવાનો અલગ જ ઉત્સાહ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).