Home Sports પ્રથમ દિવસ : રિષભ પંત 4 રનથી સદી ચૂક્યો; ભારત 6 વિકેટે...

પ્રથમ દિવસ : રિષભ પંત 4 રનથી સદી ચૂક્યો; ભારત 6 વિકેટે 357 રન

Face Of Nation 04-03-2022 : ભારત અને શ્રીલંકા વચ્ચે મોહાલી ટેસ્ટના DAY-1 સ્ટમ્પ્સ સુધી ભારતનો સ્કોર 6 વિકેટના નુકસાને 357 રન છે. અત્યારે રવીન્દ્ર જાડેજા 45 અને અશ્વિન 10 રન કરી ક્રીઝ પર અણનમ રહ્યા છે. તેવામાં પહેલા દિવસે પંતે શાનદાર 96 રનની ઈનિંગ રમી હતી, પરંતુ સ્ટમ્પ્સ પહેલા તે લકમલની ઓવરમાં બોલ્ડ થઈ ગયો હતો. આ દરમિયન પંત અને જાડેજા વચ્ચે 104 રનની મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ થઈ હતી.
રિષભ પંત સદી ચૂક્યો
ઈન્ડિયન ટીમના વિકેટકીપર બેટર રિષભ પંતે પહેલા દિવસે તોફાની બેટિંગ કરી હતી. તેણે 97 બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 96 રનની શાનદાર ઈનિંગ રમી હતી. પરંતુ DAY-1 સ્ટમ્પ્સની ગણતરીની મિનિટો પહેલા તે લકમલની ઓવરમાં બોલ્ડ થઈ ગયો હતો. તેણે ગુડ લેન્થના બોલ પર લૂઝ ડિફેન્સિવ શોટ રમ્યો હતો. જેથી બેટની ઈન્સાઈડ એડ્જ લઈને બોલ સીધો સ્ટમ્પ્સ પર વાગતા તે બોલ્ડ થઈ ગયો હતો. તેના આઉટ થતા સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચેલા દર્શકો પણ દુઃખી થઈ ગયા હતા.
100મી ટેસ્ટની પહેલી ઈનિંગમાં કોહલી આઉટ
વિરાટ કોહલી 100મી ટેસ્ટની પહેલી ઈનિંગમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. રોહિત અને મયંકની વિકેટ પછી કોહલીએ હનુમા વિહારી સાથે 90 રનની પાર્ટનરશિપ જોડી હતી. પરંતુ તે 45 રનના અંગત સ્કોર પર એમ્બુલદેનિયાની ઓવરમાં ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. તેવામાં પહેલી ઇનિંગમાં કોહલી સદી નહીં અર્ધસદી પણ ચૂકી ગયો છે.
કોહલીએ ટેસ્ટ ફોર્મેટમાં પોતાના 8000 રન પૂરા કરી લીધા
પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મેટમાં પોતાના 8000 રન પૂરા કરી લીધા છે. કોહલીએ ટેસ્ટમાં આ સિદ્ધિ ઈનિંગના 38મા રન સાથે મેળવી લીધી હતી. વિરાટ કોહલી ટીમ ઈન્ડિયા માટે 8000 ટેસ્ટ રન બનાવનારો છઠ્ઠો ખેલાડી બની ગયો છે. તેના પહેલા માત્ર સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ અને વિરેન્દ્ર સેહવાગ આ સિદ્ધિ મેળવી શક્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).