https://youtu.be/rUAPeEUeJ60
Face Of Nation 04-03-2022 : ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીના અંતિમ અને સાતમાં તબક્કા માટે ભાજપા અને સપા સહિત બધા દળોએ પોતાની પુરી તાકાત લગાવી દીધી છે. આજનો દિવસ કાશી માટે ઘણો ખાસ રહ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશીમાં રોડ શો કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદીય ક્ષેત્રમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ હુંકાર ભરી હતી. અખિલેશ યાદવે પણ રોડ શો કરીને પોતાના પક્ષમાં માહોલ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.
રોડ શો લગભગ 3.1 કિલોમીટર લાંબો હતો
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીનો ગ્રાન્ડ ફિનાલે વારાણસીમાં થઇ રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને યૂપીના પ્રભારી પ્રિયંકા ગાંધીએ બાબા વિશ્વનાથના દર્શન કરવાની સાથે કાશીમાં પ્રચાર કર્યો હતો. જ્યારે પ્રધાનમંત્રી મોદી સાંજે પોતાના સંસદીય ક્ષેત્રમાં રોડ શો કરીને દમ બતાવ્યો હતો. જેમાં ભારે જનમેદની ઉમટી પડી હતી. પ્રધાનમંત્રીનો આ રોડ શો માલદહિયા ચોકથી શરુ થઇને કબીર ચોરા, લોહટિયા, મેદાગિન, નીચીબાગ ચોક, બાબા વિશ્વનાથ ધામ, સોનારપુરા અને અસ્સી ઘાટ થઇને બીએચયુ ગેટ પર ખતમ થયો હતો. પ્રધાનમંત્રી મોદીનો આ રોડ શો લગભગ 3.1 કિલોમીટર લાંબો હતો.
શનિવારે પણ કાશીમાં રહેશે પ્રધાનમંત્રી મોદી
યૂપીની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી મોદી પોતાના સંસદીય ક્ષેત્ર કાશીમાં 2 દિવસ સુધી રહેશે. શુક્રવારે પીએમ મિર્ઝાપુરમાં પ્રચાર પછી કાશીમાં રોડ શો દ્વારા પોતાના ગઢને બચાવવા હુંકાર ભરી હતી. આ દરમિયાન તેમનો રોડ શો વારાણસીના કેન્ટ, ઉત્તર અને દક્ષિણ વિધાનસભા થઇને પસાર થયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 માર્ચે પણ વારાણસીમાં રહેશે. આ દરમિયાન ખજૂરીમાં એક રેલી કરશે. જેમાં વારાણસીના બધા વિધાનસભા ક્ષેત્રોની ગ્રામણી જનતા સામેલ થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).