Home News 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી આખું મુંબઈ ભીંજાયું, પાણી જ પાણી

24 કલાકમાં 14 ઈંચ વરસાદથી આખું મુંબઈ ભીંજાયું, પાણી જ પાણી

મુંબઈઃ મહારાષ્ટ્રની રાજધાની મુંબઇ અને રાજ્યના બાકી હિસ્સા પર છવાયેલા વાદળ આફત બનીને વરસી રહ્યા છે. છેલ્લા 4 દિવસોથી સતત પડી રહેલા ભારે વરસાદના કારણે મુંબઈની રફતાર પર જાણે બ્રેક લાગી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

Face Of Nation:મુંબઈમાં છેલ્લા 48 કલાકમાં 22 ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે. જ્યાર છેલ્લા 24 કલાકમા 14 ઈંચ વરસાદ ખાબક્યો છે. રસ્તાની સાથો સાથ હોસ્પિટલ અને રેલવે સ્ટેશન સુધી બધે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

હવામાન વિભાગની તરફથી મંગળવારના રોજ પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામા આવી છે અને તેને જોતાં સરકારે આજે તમામ સરકારી-ખાનગી સ્કૂલ-ઓફિસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

બૃહન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની તરફથી કહેવામાં આવ્યું છે કે, આજે 2 જુલાઇના રોજ તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલ, સ્કૂલ-શાળાઓમાં જાહેર રજા અપાઇ છે.