Home Sports વિરાટ કોહલીને 100મી ટેસ્ટ મેચ પર ખેલાડીઓ તરફથી મળ્યું ‘ગાર્ડ ઓફ ઓનર’

વિરાટ કોહલીને 100મી ટેસ્ટ મેચ પર ખેલાડીઓ તરફથી મળ્યું ‘ગાર્ડ ઓફ ઓનર’

Face Of Nation 05-03-2022 : ભારતીય ટીમનાં પૂર્વ કપ્તાન વિરાટ કોહલી માટે મોહાલીમાં રમાઈ રહેલ ટેસ્ટ મેચ ખૂબ જ ખાસ છે. આ વિરાટનાં કરિયરની 100મી ટેસ્ટ મેચ છે તથા આ મેચને ખાસ બનાવવા માટે ટીમ ઇન્ડિયાએ સ્પેશિયલ પ્રકાર અપનાવ્યો છે. ભારતીય ટીમ જ્યારે પોતાની પારી પૂરી થયા બાદ ફિલ્ડીંગ કરવા માટે ઉતરી, ત્યારે કિંગ કોહલીને ટીમના ખેલાડીઓ તરફથી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. વિરાટ પણ ખૂબ જ ખુશ જોવા મળ્યો.
વિરાટ કોહલીએ રોહિત શર્માને ભેટ્યા તથા થેંક્યું કહ્યું
ભારતીય ટીમે મોહાલી ટેસ્ટમાં પોતાની પહેલી પારી 574નાં સ્કોર પર ઘોષિત કરી. આના થોડા સમય બાદ જ ભારતીય ટીમે ફિલ્ડીંગ કરવાનું શરુ કર્યું. ટીમ ઇન્ડિયા મેદાનમાં એન્ટ્રી લઈ રહી હતી, ત્યારે બધા ખેલાડીઓ સામસામે ઉભા હતા તથા વિરાટ કોહલીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. વિરાટ કોહલીએ પણ મસ્તીથી એન્ટ્રી મારી તથા બધાને ધન્યવાદ કહ્યું. વિરાટ કોહલીએ ત્યાર બાદ કપ્તાન રોહિત શર્માને ભેટ્યા તથા થેંક્યું કહ્યું. વિરાટ કોહલીને જયારે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું, ત્યારે મેદાનનો માહોલ જોશમાં આવી ગયો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).