Home Gujarat પોસ્ટ ઓફિસ V/s સોમનાથ ટ્રસ્ટ વચ્ચે MOU : સોમનાથ મહાદેવનો પ્રસાદ ઘર...

પોસ્ટ ઓફિસ V/s સોમનાથ ટ્રસ્ટ વચ્ચે MOU : સોમનાથ મહાદેવનો પ્રસાદ ઘર બેઠા ટપાલી પહોંચાડશે

Face Of Nation 05-03-2022 : પોસ્ટ વિભાગ હવે ઘર બેઠા ગુજરાતના સોમનાથ મહાદેવનું પ્રસાદ પહોંચાડવાનું કામ કરશે. જે માટે કોઈપણ પોસ્ટ ઓફિસમાં જઈ સોમનાથ ટ્રસ્ટના નામે મની ઓર્ડર કરવાનો રહેશે. જેના 3-4 દિવસ દરમિયાન આ પ્રસાદ ઘરે પહોંચશે.
251 રૂ. ની કિંમતના મની ઓર્ડર થકી આ પ્રસાદી લોકોને પહોંચાડશે
દેશના મોટા મોટા મંદિરોમાં અત્યાર સુધી ઓનલાઇન દર્શનની સુવિધા ઉપલબ્ધ છે. જ્યારે કેટલાંક મંદિરોમા ભક્તજનો ઓનલાઇન પૂજા-અર્ચના પણ કરી શકે છે. જેમાં સોમનાથ મંદિરનો પણ સમાવેશ થાય છે. ત્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તજનોની સુવિધા માટે એક નવી સેવાની શરૂઆત કરી છે. જેમાં પોસ્ટ ઓફિસની મદદથી દેશની કોઈપણ પોસ્ટ ઓફિસમાં મની ઓર્ડર મારફતે સોમનાથ મહાદેવની પ્રસાદી ઘર બેઠા મેળવી શકશે. 251 રૂપિયાની કિંમતના મની ઓર્ડર થકી આ પ્રસાદી લોકોને પહોંચાડવામાં આવશે.
સોમનાથ મંદિર ટ્રસ્ટે પોસ્ટ સાથે MOU કર્યા
આ માટે પોસ્ટ વિભાગ અને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા MOU કરવામાં આવ્યા છે. ગુજરાત સહિત દેશની કોઈપણ પોસ્ટ ઓફિસમાં મની ઓર્ડરનું ફોર્મ ભરી શકાશે. જે પોસ્ટ ઓફિસ દ્વારા ઓનલાઈન સબમિટ કરવામાં આવશે અને તેની રસીદ અપવામાં આવશે. જે બાદ સોમનાથ પ્રભાસ-પાટણની ઓફિસ દ્વારા ભગવાન સોમનાથની પ્રસાદી મોકલવામાં આવશે.
હાલ પોસ્ટ દ્વારા ગંગાજળનું વિતરણ કરાય છે
પોસ્ટ વિભાગ દ્વારા તેની મુખ્ય કામગીરી સિવાય અલગ અલગ પ્રકારની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. જેમાં ગંગાજળનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત અલગ-અલગ સોસાયટીમાં જઈને પોસ્ટ સંબંધિત સેવા અને આધાર કાર્ડ સંદર્ભેની કામગીરીની સુવિધા પૂરી પાડવામાં આવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).