Home Uncategorized યુક્રેન વિશેષ : જે દેશની પ્રજા સૈનિકો સામે બાથ ભીડીને ઉભી હોય...

યુક્રેન વિશેષ : જે દેશની પ્રજા સૈનિકો સામે બાથ ભીડીને ઉભી હોય તે દેશનો રાજા રણ મેદાન છોડે એ વાતમાં દમ નથી

Face Of Nation 05-03-2022 : રશિયાએ યુક્રેન ઉપર હુમલો કરીને સમગ્ર વિશ્વમાં ચર્ચા ઉભી કરી દીધી છે. વિશ્વના મોટાભાગના તમામ દેશો હાલ યુક્રેનના સહયોગમાં આગળ આવી રહ્યા છે. તેવામાં રશિયન મીડિયાએ એ વાત ઉડાડી કે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી યુક્રેન છોડીને પોલેન્ડ જતા રહ્યા. હાલ કોઈ રશિયા કે રશિયન મીડિયા ઉપર વિશ્વાસ કરવા તૈયાર નથી તેવામાં આ સમાચાર ખુબ વાયરલ થયા. જો કે આજે યુક્રેનના રાષ્ટ્રપતિએ પોતે પોતાના દેશ યુક્રેનમાં જ હોવાનો ઘટસ્ફોટ વિડીયો દ્વારા કર્યો. આ સમગ્ર ઘટનાક્રમ પછી ચોક્કસ એમ થાય કે શું ખરેખર યુક્રેનના રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગે તેવા છે ? જવાબ કદાચ “ના” જ હોય. કેમ કે, જે દેશની પ્રજા રસ્તે ઉતરીને રશિયન સૈનિકોની સામે પડી જતી હોય અને જે દેશના રાષ્ટ્રપતિ ખુદ સેના વચ્ચે જઈને યુદ્ધ ભૂમિમાં ઉતરી જતા હોય તે દેશના રાજા એટલે કે રાષ્ટ્રપતિ રણ મેદાન છોડી દે એ વાતમાં દમ નથી.
હાલ એવા ઘણા વિડીયો સામે આવી રહ્યા છે કે, જેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે રશિયન સેનાનો સામનો યુક્રેનની પ્રજા હિંમતપૂર્વક કરી રહી છે. કેટલીક જગ્યાએ યુક્રેનની જનતા રશિયન સેનાને ચા પીવડાવતી હોવાના પણ વિડીયો સામે આવ્યા છે. પ્રજાનો આટલો સહયોગ હોય અને રાજા ભાગી જાય તે વાતમાં દમ ચોક્કસ નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ એ હદે મજબૂત છે કે, તેઓ છેલ્લી ક્ષણ સુધી લડાઈ લડશે પણ ક્યારેય તેમના દેશની પ્રજાને એકલી છોડીને ભાગી જશે નહીં. અમેરિકા સહીત અનેક દેશોએ યુક્રેનના રાષ્ટ્રપતિને ગમે ત્યારે એરલિફ્ટ કરવાની અથવા રક્ષણ આપવાની ઓફર કરી છે છતાં તેને સ્વીકાર્યા વિના તેઓએ યુક્રેની નાગરિકોના પડખે રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, હાલ રશિયાએ લીધેલા પગલાંથી ચોતરફ તેની ટીકા થઇ રહી છે. મોટાભાગના દેશોએ તેની સાથેના સબંધો વેપાર બંધ કરીને અટકાવી દીધા છે અને યુક્રેનની જરૂરી સહયોગ પૂરો પાડી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).