Face Of Nation 05-03-2022 : ગુજરાત રાજ્યના માર્ગ વાહન વ્યવહાર નિગમ માં આજથી ઇલેક્ટ્રીક બસના યુગનો પ્રારંભ થયો છે. ગુજરાત માર્ગ મકાન અને વાહનવ્યવહાર મંત્રી પુર્ણેશ મોદીએ બે ઇલેક્ટ્રીક બસને આજે ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યુ હતું.. આ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રીએ કહ્યું કે, રાજ્યનાં પ્રાથમિક તબક્કે 50 ઇ-બસનું દોડાવવાનુ આયોજન છે. શરૂઆતના તબક્કામાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા મહાનગરોને જોડતી ઇ-બસ શરૂ કરાશે. જે એક્સપ્રેસ-વે બસનું સ્થાન લે તે પ્રકારનું આયોજન સરકાર કરી રહી હોવાનું મંત્રીએ જણાવ્યું. સાથે જ મંત્રી મેશ્વો નદી પર બનાવવામાં આવેલ નવ નિર્મિત બ્રિજને પણ ખુલ્લો મુક્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).