Home Uncategorized મોંઘવારીનો ડબલ ડોઝ ! દૂધ બાદ અમૂલે દહીં અને છાશનો ભાવ વધાર્યો

મોંઘવારીનો ડબલ ડોઝ ! દૂધ બાદ અમૂલે દહીં અને છાશનો ભાવ વધાર્યો

Face Of Nation 05-03-2022 : અમૂલ દ્વારા પોતાની એક પછી એક પ્રોડક્ટમાં ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. દુધમાં ભાવ વધારો કર્યા બાદ હવે દહી અને છાશની કિંમતમાં પણ વધારો ઝીંક્યો છે. જેના પગલે સામાન્ય નાગરિકની કમર તોડી નાખી છે. જેના પગલે ગૃહીણીનું બજેટ હવે વધારે ખોરવાશે. શાકભાજી, દુધ બાદ હવે છાશની કિંમતમાં પણ વધારો થયો છે. જેના પગલે ગૃહિણીનું બજેટ હવે અસ્તવ્યસ્ત થાય તેવી શક્યતાઓ છે.
1 કિલો મસ્તી દહીનાં પાઉચમાં 2 રૂપિયાનો વધારો
અમુલ દૂધ બાદ હવે દહીં અને છાશના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અમુલ દૂધ બાદ હવે છાશ અને દહીંમાં પણ ભાવ વધારો ઝીંકાતા સામાન્ય નાગરિક હેરાન પરેશાન અમુલ જીરા છાશના 180 મિલી પાઉચમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 200 ગ્રામ મસ્તી દહીનાં ભાવમાં 1 રૂપીયાનો વધારો કરવામાં આવ્યો છે. 400 ગ્રામ મસ્તી દહીનાં પાઉચમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 1 કિલો મસ્તી દહીનાં પાઉચમાં 2 રૂપિયાનો વધારો ઝીંકાયો છે.
ગરીબોની છાશ અને દહીમાં પણ ભાવ વધારો ઝીંકાયો
અમૂલ જીરા છાસનાં જુના ભાવ પાંચ રૂપિયા નવા ભાવ છ રૂપિયા થઇ ચુક્યાં છે. અમૂલ મસ્તી દહી 200 ગ્રામ જુનો ભાવ 15 નવો ભાવ 16 થઇ ચુક્યો છે. અમૂલ મસ્તી દહી 400 ગ્રામ જુનો ભાવ 28 નવો ભાવ 30 થઇ ચુક્યો છે. અમૂલ મસ્તી દહી 1 કિલો પાઉચ જુનો ભાવ 63 નવો ભાવ 65 થઇ ચુક્યો છે. દૂધ બાદ હવે ગરીબોની છાશ અને દહીમાં પણ ભાવ વધારો ઝીંકાયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).