Home Uncategorized રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ધમકી : જો યુક્રેન ઝુકશે નહીં તો તેનું નામ...

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ધમકી : જો યુક્રેન ઝુકશે નહીં તો તેનું નામ પણ મિટાવી દેવાશે

Face Of Nation 06-03-2022 : યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો આજે 11મો દિવસ છે. શનિવારે, રશિયાએ યુક્રેનમાં સામાન્ય લોકોના સ્થળાંતર માટે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી, પરંતુ થોડા કલાકો પછી તેને સમાપ્ત કરી દીધી હતી. આ પછી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ધમકી આપી છે કે જો યુક્રેન ઝુકશે નહીં તો તેનું નામ પણ મિટાવી દેવામાં આવશે. હવે રશિયાની સેના કિવમાં હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ તરફ આગળ વધી રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે અત્યાર સુધીમાં 1.5 મિલિયન યુક્રેનિયન નાગરિકો દેશ છોડી ચૂક્યા છે. પોલેન્ડમાં સૌથી વધુ 800,000 લોકોએ આશરો લીધો છે. બીજી તરફ પ્રતિબંધોની અસર રશિયા પર પણ દેખાવા લાગી છે. મળતી માહિતી મુજબ, રશિયાના ઘણા શહેરોમાં લોકો જથ્થાબંધ ખાદ્યપદાર્થો ખરીદી રહ્યા હતા, જેના કારણે બ્લેક માર્કેટિંગ શરૂ થઈ ગયું છે. હવે સરકારે રિટેલર્સ માટે મર્યાદા નક્કી કરી છે. વેપાર અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું- લોકો જરૂરિયાત કરતાં વધુ સામાન ખરીદી રહ્યા છે. પુતિનની ધમકીના જવાબમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું છે કે અમે આઝાદી માટે લડીશું અને કોઈની સામે ઝુકીશું નહીં. આ તરફ અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોને દાવો કર્યો છે કે રશિયાના લગભગ 1.5 લાખ સૈનિકો કિવને ઘેરી રહ્યા છે અને રશિયા કોઈપણ સમયે આ શહેર પર હુમલો કરી શકે છે.
યુક્રેનમાં ફસાયેલા ભારતીયો તાત્કાલિક સંપર્ક કરે- ભારતીય દૂતાવાસ
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન, ભારતીય દૂતાવાસ તરફથી કહેવામાં આવ્યું છે કે, જે ભારતીય નાગરિકો હજુ પણ યુક્રેનમાં ફસાયેલા હોય, તો તેઓએ તાત્કાલિક ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવો જોઈએ. એમ્બેસીએ કહ્યું છે કે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓએ પોતાનો મોબાઈલ નંબર અને લોકેશન શેર કરવું, જેથી કરીને તેઓને શક્ય તેટલી વહેલી તકે બહાર કાઢી શકાય. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).