Home Sports ડબલ ખુશી : ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનને રગદોળ્યું, તો હિટમેન એન્ડ ટીમે...

ડબલ ખુશી : ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનને રગદોળ્યું, તો હિટમેન એન્ડ ટીમે શ્રીલંકાને 1 ઈનિંગ 222 રનથી હરાવ્યું

Face Of Nation 06-03-2022 : રવિન્દ્ર જાડેજાના ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે ભારતે મોહાલીમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં શ્રીલંકાને એક ઇનિંગ અને 222 રને હરાવી દીધું છે. આની સાથે જ ભારતીય ટીમે બે ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0ની અજેય લીડ પણ મેળવી લીધી છે. તો બીજીતરફ ભારતીય મહિલા ટીમે વનડે વર્લ્ડ કપની પહેલી મેચમાં પાકિસ્તાનને 107 રનથી હરાવી દીધું છે.
શ્રીલંકાની પ્રથમ ઈનિંગ 174 રનમાં સમેટાઈ
ઉલ્લેખનીય છે કે શ્રીલંકાને ફોલોઓન રમવાની ફરજ પડી હતી, તે દરમિયાન ટીમ બીજા દાવમાં 178 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. જ્યારે ભારતે પહેલા બેટિંગ કરતા ટોસ જીતીને 574/8નો સ્કોર કર્યો (ઘોષિત) હતો. જેના જવાબમાં શ્રીલંકાની પ્રથમ ઈનિંગ 174 રનમાં સમેટાઈ ગઈ હતી.
અશ્વિને કપિલનો રેકોર્ડ તોડ્યો ​​​​​
સ્ટાર ઓફ સ્પિનર ​​આર અશ્વિન ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો બોલર બની ગયો છે. મોહાલી ટેસ્ટની બીજી ઈનિંગમાં ચરિથ અસલંકાની (9) વિકેટ લઈને અશ્વિને આ રેકોર્ડ બનાવતાની સાથે જ કપિલ દેવ (434)નો રેકોર્ડ તોડી નાખ્યો હતો. જોકે હજુ સુધી ભારતીય ટીમ માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલે (619)ના નામે છે.
વર્લ્ડ કપ । પાકિસ્તાનના બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી
ભારતીય મહિલા ટીમે વનડે વર્લ્ડ કપની પહેલી મેચમાં પાકિસ્તાનને 107 રનથી હરાવી દીધું છે. ઉલ્લેખનીય છે કે આ મેચ જીતવા માટે PAKને 245 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેના જવાબમાં ટીમ 43 ઓવરમાં 137 રન જ કરી શકી અને મેચ હારી ગઈ છે. આ મેચમાં પાકિસ્તાનની સિદ્રા અમીન (30) સૌથી વધુ સ્કોરર રહી હતી. જ્યારે ભારત તરફથી રાજેશ્વરી ગાયકવાડે 4 વિકેટ લઈ પાકિસ્તાનના બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી હતી.
મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે ઈતિહાસ રચ્યો
ઈન્ડિયન મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે વર્લ્ડ કપની પહેલી મેચ રમતાની સાથે ઈતિહાસ રચી દીધો છે. તે સૌથી વધુ ICC મહિલા વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ રમનારી વિશ્વની પહેલી મહિલા ક્રિકેટર બની ગઈ છે. તે અત્યારસુધી કુલ 6 ICC મહિલા વર્લ્ડ કપમાં ભાગ લઈ ચૂકી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).