Face Of Nation 06-03-2022 : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન મામલે પોતાના દેશ અમેરિકાની પોલ ખોલી નાખી છે. યુક્રેન મામલે અમેરિકાએ જેવી જોઈએ તેવી કાર્યવાહી કરી નથી અને રશિયા સામે કોઈ મોટું એક્શન લેતા પણ ડરી રહ્યું હોવાનું લાગી રહ્યું છે હવે આ મામલે પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બાયડન સરકારની આકરી ટીકા કરતા જે નિવેદનો આપ્યાં તે ભારે ચર્ચાસ્પદ બન્યા છે. પોતાની પાર્ટીની બેઠકમાં ટ્રમ્પે જે કહ્યું તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. રિપબ્લિકન નેશનલ કમિટીના સંમેલનમાં ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ તેના એફ-22 લડાકૂ વિમાનો પર ચીની ઝંડા લગાડીને રશિયાને બોંબથી ઉડાવી મુકવું જોઈએ અને પછી આપણે એવું કહી શકીએ કે આ હુમલો ચીને કર્યો છે. પછી ભલે તેઓ એકબીજા લડતા રહે અને આપણે શાંતિથી બેસીને જોતા રહીએ.
જો બાયડન અને નાટો મૂર્ખાની જેમ કામ કરી રહ્યાં છે
ટ્રમ્પે કહ્યું કે રાષ્ટ્રપતિ બાયડન અને નાટો મૂર્ખાની જેમ કામ કરી રહ્યાં છે. ટ્રમ્પના આ નિવેદન બાદ બેઠકમાં હાજર રહેલા તમામ લોકો ખડખડાટ હસી પડ્યાં હતા. ડોનાલ્ડ ટ્રમ્પે નાટોને કાગળનો વાઘ ગણાવતા કહ્યું કે આખરે કયા આધારે આ દેશ કહે છે કે અમે હવે માનવતાની સામે આ મોટા અપરાધને નહીં થવા દઈએ. અમે તેને ન થવા દઈએ અને તેને ચાલુ નહીં રાખવા દઈએ. ટ્રમ્પે કહ્યું કે બાયડને એવું કહેવાનું બંધ કરવું જોઈએ કે અમે રશિયા પર ક્યારેય પણ હુમલો નહીં કરીએ. કારણ કે તે એક પરમાણુ શક્તિ છે.
વ્લાદિમીર પુતિનની ઘણી પ્રશંસા કરી
ટ્રમ્પે કહ્યું કે તમે જાણો છો કે આ કોણ કહી રહ્યું છે? સારું, તે હકીકત હોય કે કાલ્પનિક, અમે રશિયા પર હુમલો કરીશું નહીં. તમે જુઓ, તેઓ પરમાણુ શક્તિ છે.’ ઓહ અમને જણાવવા બદલ આભાર. ટ્રમ્પે ભૂતકાળમાં વ્લાદિમીર પુતિનની ઘણી પ્રશંસા કરી છે.
અમેરિકા અને નાટો યુક્રેનને મદદ ન કરી રહ્યું હોવાનો આરોપ
યુક્રેન મામલે અમેરિકા અને નાટો દેશની વિશ્વભરમાં આલોચના થઈ રહી છે. અમેરિકા અને નાટો યુક્રેનને મદદ કરવાને બદલે દૂર બેસીને જોઈ રહ્યાં છે અને ફાલતું નિવેદનો આપી રહ્યાં છે. તેઓ બન્ને રશિયાની સામે કોઈ મોટી કાર્યવાહી કરતા અચકાઈ રહ્યાં છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).