Home Business સપ્તાહના પ્રથમ દિવસે મોટું ગાબડું : સેન્સેક્સ 1600 અંક ઘટ્યો, નિફ્ટી 16000ની...

સપ્તાહના પ્રથમ દિવસે મોટું ગાબડું : સેન્સેક્સ 1600 અંક ઘટ્યો, નિફ્ટી 16000ની નીચે પટકાયો

Face Of Nation 07-03-2022 : રશિયા-યુક્રેન યુદ્ધની અસર આજે ભારતીય શેરબજારો પર પણ જોવા મળી રહી છે. સપ્તાહના પ્રથમ દિવસે જ માર્કેટમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1600 અંક ઘટી 52,711 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 447 પોઇન્ટ ઘટી 15797 પર કારોબાર કરી રહ્યો છે.
બજાજ ફાઈનાન્સ, મારુતિ સુઝુકી, ICICI બેન્કના શેર ઘટ્યા
સેન્સેક્સ પર બજાજ ફાઈનાન્સ, મારુતિ સુઝુકી, ICICI બેન્ક, લાર્સન, એમએન્ડએમ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બજાજ ફાઈનાન્સ 5.57 ટકા ઘટી 6174.90 પર કારોબાર કરી રહ્યો છે. મારુતિ સુઝુકી 5.60 ટકા ઘટી 6838.95 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ટાટા સ્ટીલ 0.37 ટકા વધી 1282.10 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પર હિન્ડાલ્કો, કોલ ઈન્ડિયા, ONGC, ટાટા સ્ટીલ સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. હિન્ડાલ્કો 2.67 ટકા વધી 599.40 પર કારોબાર કરી રહ્યો છે. કોલ ઈન્ડિયા 1.93 ટકા વધી 184.50 પર કારોબાર કરી રહ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).