Face Of Nation 07-03-2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે લગભગ 50 મિનિટ સુધી વાત કરી હતી. તેમણે એ વાત પર સૌથી વધુ ભાર મૂક્યો કે યુદ્ધ-ક્ષેત્રમાંથી ભારતીયોને સલામત રીતે બહાર નીકળવા દેવા જોઈએ. મોદીએ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી વાતચીતની પણ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ રશિયા તરફથી યુદ્ધવિરામની જાહેરાત અને માનવતાવાદી કોરિડોરની રચના બાબતની પણ પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરતા પહેલા પ્રધાનમંત્રી મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે પણ ફોન પર 35 મિનિટ સુધી વાત કરી હતી. 24 ફેબ્રુઆરીએ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યા પછી 26 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદીએ ઝેલેન્સ્કી સાથે પહેલીવાર વાત કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ પુતિન સાથે ત્રીજી વખત વાત કરી
પ્રધાનમંત્રી મોદીએ 24 ફેબ્રુઆરીની રાત્રે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. ત્યારબાદ રશિયાએ UN સિક્યુરિટી કાઉન્સિલની બેઠકમાં ભારતનું સમર્થન માંગ્યુ હતું. 2 માર્ચે બંને નેતાઓએ બીજી વખત વાતચીત કરી હતી. જેમાં યુદ્ધની વચ્ચે ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).