Face Of Nation 07-03-2022 : યુક્રેનના રક્ષામંત્રીનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું કે, ‘અમને પણ હવે પૂરતા હથિયારો અને દારૂગોળો મળી ગયા છે એટલે હવે અમે પણ રશિયાને ‘આંચકો’ આપીશું.’ બીજીતરફ સુમીમાં ભારતીય વિદ્યાર્થીઓ પણ ફસાયેલા છે. અત્યાર સુધીમાં લગભગ 15 લાખ લોકોને યુક્રેન છોડવાની ફરજ પડી છે. રશિયન સૈન્યએ યુક્રેનના પડોશી દેશોને ચેતવણી આપતા કહ્યું કે, જે દેશ યુક્રેનને ‘નો-ફ્લાય ઝોન’ જાહેર કરશે તેને યુદ્ધમાં સામેલ ગણવામાં આવશે. યુરોપિયન યુનિયનના નેતા ચાર્લ્સ મિશેલે યુક્રેનિયન એરસ્પેસ પર ‘નો-ફ્લાય ઝોન’ લાદવાની યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કીની અપીલ સામે વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું કે, ‘આમ કરવાથી વિશ્વ યુદ્ધ થઈ શકે છે.’
રશિયાએ ચાર શહેરોમાં કરી યુદ્ધવિરામની જાહેરાત
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના 12માં દિવસે રશિયાએ નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. રશિયાએ યુક્રેનના ચાર શહેરો કિવ, મારુપોલ ખાર્કિવ અને સુમીમાં યુદ્ધવિરામ જાહેર કર્યો છે. આ દરમિયાન રશિયા ડ્રોનમાંથી બહાર નીકળતા લોકોની હિલચાલ પર ચાંપતી નજર રખાશે. રશિયાનો આરોપ છે કે, યુક્રેન આ યુદ્ધવિરામ દરમિયાન કંઈક ખોટું કરી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).