Face Of Nation 07-03-2022 : રશિયાએ સંપૂર્ણ યુક્રેનમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે. આ સમયગાળા દરમિયાન યુદ્ધમાં ફસાયેલા લોકોને સુરક્ષિતપણે બહાર કાઢવા માટે હ્યૂમન કોરિડોર બનાવવામાં આવશે. આ બીજી વખત છે કે જ્યારે રશિયાએ યુક્રેનમાં યુદ્ધ વિરામની જાહેરાત કરી છે. આ અગાઉ બે શહેરમાં યુદ્ધવિરામ કરવામાં આવ્યું હતું. જોકે રશિયાએ કેટલાક કલાકમાં જ તેને પૂરું કરી વ્યાપક પ્રમાણમાં હુમલા શરૂ કરી દીધા હતા. યુદ્ધવિરામ વચ્ચે રશિયા અને યુક્રેન વચ્ચે બેલારુસમાં ત્રીજા દિવસે વાતચીત ચાલી રહી છે.
યુક્રેન રશિયાની શરતોનું પાલન કરે છે તો સૈન્ય કાર્યવાહીને અટકાવી દેવાશે
બેલારુસના વિદેશ મંત્રાલયે આ અંગે જાણકારી આપી છે. આ અગાઉ 28 ફેબ્રુઆરીના રોજ પહેલા અને 3 માર્ચના બીજા તબક્કાની વાત કરી હતી. જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના પ્રેસ સેક્રેટરી દિમિત્રી પેસ્કોવે કહ્યું હતું કે જો યુક્રેન રશિયાની શરતોનું પાલન કરે છે તો સૈન્ય કાર્યવાહીને અટકાવી દેવામાં આવશે. પેસ્કોવે કહ્યું કે યુક્રેનને કહેવામાં આવ્યું છે કે જો તેઓ શરતો માનવા માટે તૈયાર હોય તો સૈન્ય કાર્યવાહી તાત્કાલિક બંધ કરવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)