Face Of Nation 08-03-2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તારીખ 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે (Gujarat visit) આવવાના છે. ત્યારે પ્રધાનમંત્રી મોદી ગાંધીનગરમાં કમલમની મુલાકાત લઇ શકે છે. ત્યારે પ્રધાનમંત્રીના આગમનને લઇને કમલમ સહિત ગાંધીનગરમાં તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
11મી માર્ચે સવારે 10 વાગ્યે દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. ત્યારે તેઓ ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમની પણ મુલાકાત લેશે. જેને લઇને તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. પ્રધાનમંત્રીમોદીના કાર્યક્રમની વાત કરીએ તો તેઓ 11મી માર્ચે સવારે 10 વાગ્યે દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટથી તેઓ 10:30 વાગ્યે ગાંધીનગર કમલમ ખાતે જવા નીકળશે. એરપોર્ટથી ગાંધીનગર કમલમ કાર્યાલય સુધી ભાજપના કાર્યકર્તાઓ ભવ્ય સ્વાગત કરશે.
જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સરપંચ સંમેલનનું આયોજન
પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત કરવા તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટેની તૈયારીઓ અંગે ભાજપે દરેક નેતા અને કાર્યકર્તાઓને જવાબદારીઓ સોંપી છે. પીએમ ત્યારે ભાજપના નેતાઓ અને તમામ ધારાસભ્યો સાથે બેઠક પણ કરશે. કમલમ ખાતે નક્કી કરેલા 430 લોકો જ હાજર રહી શકશે. કમલમ ખાતે બેઠક કર્યા બાદ સાંજે ચાર વાગ્યાની આસપાસ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સરપંચ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન હાજરી આપશે.
પાંચ હજાર યુવાનો બાઇક રેલીમાં જોડાય તેવી શક્યતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇને ભીડ ભેગી કરવાની જવાબદારી યુવા મોરચા, શહેર સંગઠન અને મહિલા મોરચાને સોંપવામાં આવી છે. એરપોર્ટથી કમલમ સુધી કાર્યકર્તાઓ પ્રધાનમંત્રીને આવકાર આપશે અને મોટી સંખ્યામાં લોકો હાજર રહે એ માટે ભાજપના યુવા મોરચા, શહેર સંગઠન અને મહિલા મોરચાને જવાબદારી સોંપવામાં આવી છે. યુવા મોરચાએ રેલીનું પણ આયોજન કરી શકે છે.. જેમાં અંદાજે પાંચ હજાર યુવાનો બાઇક રેલીમાં જોડાય તેવી શક્યતા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat પ્રધાનમંત્રી મોદી 2 દિવસ ગુજરાતની મુલાકાતે, પ્રધાનમંત્રીના આગમનને લઈ તડામાર તૈયારીઓ શરૂ