Face Of Nation 08-03-2022 : કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે 27મી માર્ચ 2022થી ફરી એક વાર નિયમિત રીતે નિર્ધારિત કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય પેસેન્જર સેવાઓની શરુઆત કરવામાં આવશે, જે હેઠળ દેશની ફ્લાઈટ્સ અન્ય રાષ્ટોમાં જઈ શકશે અને અન્ય રાષ્ટ્રોની ફ્લાઈટ્સ ઈન્ડિયામાં આવી શકશે. કોરોનાના કારણે આશરે બે વર્ષ પહેલા કેન્દ્રએ નિર્ધારિત ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લાદ્યો હતો. જોકે હવે આ પ્રતિબંધને હટાવી દરેક ફ્લાઈટ્સને પરવાનગી આપવામાં આવી છે. જોકે, 40 દેશો માટે સ્પેશિયલ ફ્લાઈ્ટસની વ્યવસ્થા કરવામાં આવી હતી, જે જુલાઈ 2020થી કડક કોરોનાના નિયમોનું પાલન કરાવી ઉડાવામાં આવતી હતી. જેને વંદે ભારત મિશન નામ આપવામાં આવ્યું હતું.
અગાઉ 15 ડિસેમ્બરથી સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કામગીરી ફરી શરૂ કરવાની યોજના બનાવી હતી
ભારત અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બહેરીન, બાંગ્લાદેશ, ભૂતાન, કેનેડા, ઇથોપિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇરાક, જાપાન, કઝાકિસ્તાન, કેન્યા, કુવૈત, માલદીવ્સ, મોરેશિયસ, નેપાળ, નેધરલેન્ડ્સ, નાઇજિરિયા, ઓમાન, કતાર, રશિયા, રવાન્ડા, સાઉદી અરેબિયા, સેશેલ્સ, સિંગાપોર, શ્રીલંકા, સ્વિટ્ઝર્લેન્ડ, તાન્ઝાનિયા, યુક્રેન, યુનાઇટેડ આરબ અમીરાત, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ કિંગડમ અને ઉઝબેકિસ્તાન સાથે હવાઈ પરિવહન ધરાવે છે. ભારત સરકારે અગાઉ 15 ડિસેમ્બરથી સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કામગીરી ફરી શરૂ કરવાની યોજના બનાવી હતી. પરંતુ ઓમિક્રોનના કારણે આ યોજના રદ કરવામાં આવી હતી જેના કારણે સરકારે નિર્ધારિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).