Home Politics ચૂંટણીના પરિણામો એક જ દિવસ બાકી; પંજાબમાં પરિણામ પહેલા જ પાર્ટીઓએ ‘જીત...

ચૂંટણીના પરિણામો એક જ દિવસ બાકી; પંજાબમાં પરિણામ પહેલા જ પાર્ટીઓએ ‘જીત ના લાડ્ડુ’ના ઓર્ડર આપ્યા

Face Of Nation 09-03-2022 : પંજાબ વિધાનસભા ચૂંટણીનું પરિણામ (આવતીકાલે) 10મી માર્ચે જાહેર કરવામાં આવશે. ચૂંટણીના પરિણામો પહેલા જ તમામ રાજકીય પક્ષો દ્વારા મીઠાઈના ઓર્ડર આપવામાં આવી રહ્યા છે. પંજાબ ચૂંટણી પરિણામો માં હવે માત્ર એક જ દિવસ બાકી છે. આવી સ્થિતિમાં, રાજ્યભરની મીઠાઈની દુકાનો જીતવાની આશાએ વિવિધ પક્ષો દ્વારા ‘લાડુ’ માટે વિશાળ ઓર્ડર આપવામાં આવ્યા છે. આ ‘લાડુ’ જીત્યા બાદ વિજેતા ઉમેદવારના સમર્થકોમાં મોટી માત્રામાં વહેંચવામાં આવશે.
દુકાનના માલિકો સમયસર ઓર્ડર પૂરા કરવા માટે ઓવરટાઇમ કામ કરી રહ્યા
જેમ જેમ ચૂંટણીના પરિણામો નજીક આવી રહ્યા છે, મીઠાઈની દુકાનના માલિકો સમયસર ઓર્ડર પૂરા કરવા માટે ઓવરટાઇમ કામ કરી રહ્યા છે. આ વખતે વિજેતા ઉમેદવારો માટે ખાસ 5 કિલો લાડું ‘જીત કા લડ્ડુ’ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પંજાબમાં કન્ફેક્શનરી એસોસિએશનના પ્રેસિડેન્ટ નરિન્દરપાલ સિંહ પપ્પુએ કહ્યું કે ,દરેક વખતે પરિણામો પહેલા લાડુ અને અન્ય મીઠાઈઓ માટે પ્રી-બુકિંગ કરવામાં આવે છે. આ વખતે મોટી સંખ્યામાં મીઠાઈનો ઓર્ડર આપવામાં આવ્યો છે.
આ વખતે અમને મીઠાઈના વધુ ઓર્ડર મળ્યા છે
2017ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન લગભગ 6 ક્વિન્ટલના ઓર્ડર મળ્યા હતા, પરંતુ આ વખતે અમને 8 ક્વિન્ટલથી વધુના ઓર્ડર મળ્યા છે. તે ઉજવણીની ક્ષણ પણ છે અને નફાકારક પણ છે. કારણ કે, આ વખતે અમને મીઠાઈના વધુ ઓર્ડર મળ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).