Face Of Nation 09-03-2022 : વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે કોરોના કાળમાં સરકારે રહેલી કાગીરીઓ પર સવાલ ઉઠાવ્યા હતા. આજે વિધાનસભામાં પૂરક માંગણીઓમાં વિવિધ રજુઆત કરતી વખતે શૈલેશ પરમારે કહ્યું હતું કે કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનોને સહાય મામલે અમે રજુઆત લઈને આવ્યા છીએ. સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આદેશ કરાયા કે કોરોના મૃત્યુના કેસમાં 50 હજાર ચૂકવવામાં આવે. દરમિયાન તેમણે સરકાર પર પ્રહારો કર્યા હતા કે કોરોનાના સમયમાં સરકારે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરી નહોતી. સરકારે જનતા સાથે વિશ્વાસઘાત કર્યો હતો. ગુજરાતની પ્રજા સમક્ષ કોરોનામાં મૃત્યુના ખોટા આંકડા મુકવામાં આવ્યા હતા. કોરોના મૃતકોના આંકડા છુપાવીને ભાજપે ઘોર પાપ કર્યું છે.
રાજ્યની RT0 કચેરીઓમાં 45% જગ્યાઓ ખાલી હોવાનો રાજ્ય સરકારનો સ્વીકાર
Gujarat Assembly Session Live: સરકારે વિધાનસભામાં માહિતી રજૂ કરી હતી કે રાજ્યની RT0 કચેરીઓમાં 45 % જગ્યાઓ ખાલી છે. જિલ્લા RTO કચેરીઓમાં મજૂર 2182 જગ્યાઓ સામે 1054 જગ્યાઓ ખાલી છે. સરકરે રજૂ કરેલા જવાબના પગલે કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ખાલી જગ્યાઓના કારણે ડ્રાઇવિંગ લાયસન્સ વાહન નોંધણી સહિતની કામગીરીઓ ખોરંભે ચઢે છે જેના કારણે લોકોને હલકી ભોગવવાનો વારો આવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).