Home Crime સુરતમાં ચાલુ કોર્ટે ગ્રીષ્મા વેકરિયાની હત્યાનો આરોપી ફેનિલ બેભાન થયો, 108માં સિવિલ...

સુરતમાં ચાલુ કોર્ટે ગ્રીષ્મા વેકરિયાની હત્યાનો આરોપી ફેનિલ બેભાન થયો, 108માં સિવિલ ખસેડાયો

Face Of Nation 09-03-2022 : સુરતના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં હત્યા કરનારા આરોપી ફેનિલને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ચાલુ કેસ કાર્યવાહી દરમિયાન અચાનક ફેનિલ ગોયાણી બેભાન થઈ ગયો હતો. જેથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ સારવાર શરૂ કરી દેતા ફેનિલ ગોયાણીની તબિયત સુધારા પર આવી હતી.1 કલાક અને 20 મિનિટ ની સારવાર અપાઈ હતી.
બે પીઆઈ સહિતનો કાફલો બંદોબસ્તમાં ગોઠવાયો
હત્યાના આરોપી ફેનિલને સિવિલમાં માનસિક અને મેડિસિન વિભાગના ડોક્ટરોએ ચેક કરી તબિયત નોર્મલ હોવાનું કહ્યું હતું. લીંબુ પાણી પીવડાવી સારવાર આપાઈ રહી છે. કમલેશ દવેના ડોકટરે કહ્યું કે, મારા વિભાગમાં દાખલ કરવાની જરૂર નથી. બે પીઆઈ સહિતનો કાફલો બંદોબસ્તમાં ગોઠવાયો છે.
હાલ સાક્ષીઓની સુનાવણી ચાલી રહી છે
ફેનિલ ગોયાણીનો કેસ સુરત કોર્ટમાં ચાલી રહ્યો છે. હાલ સાક્ષીઓની સુનાવણી ચાલી રહી છે. આ કેસને લઈને ફેનિલને આજે સુરત લાજપોર જેલથી કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન કોર્ટની કાર્યવાહી દરમિયાન જ ફેનિલ બેભાન થઈને પડી ગયો હતો.જેથી તાત્કાલિક ફેનિલ ગોયાણીને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ફેનિલે ગુનાની કબૂલાત ન કરી
સુરતની કોર્ટમાં ફેનિલ સામે કાર્યવાહી શરૂ થઈ હતી. દરમિયાન ફેનિલે ગુનો કબૂલ કર્યો ન હતો. છેલ્લા 4 દિવસથી સાક્ષીઓની જુબાની લેવામાં આવી રહી છે. કુલ 190 સાક્ષીમાંથી 58ની જુબાની લેવામાં આવી ચૂકી છે. જેમાં ડોક્ટર, હત્યાનો વીડિયો ઉતારનાર સહિતની જુબાની લેવાઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).