Home Sports અલવિદા; એસ શ્રીસંતે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તીની જાહેરાત કરી, ટ્વીટ કરી આપી...

અલવિદા; એસ શ્રીસંતે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તીની જાહેરાત કરી, ટ્વીટ કરી આપી જાણકારી

Face Of Nation 09-03-2022 : ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર એસ શ્રીસંતે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતીની જાહેરાત કરી છે. શ્રીસંતે ટ્વિટર પર પોસ્ટ કરતી વખતે પોતાની નિવૃતીને લઈને જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે શ્રીસંતે હાલમાં જ સ્થાનિક ક્રિકેટ રણજી ટ્રોફીની મેચ રમી હતી. ત્યારબાદ તે ઇજાના કારણે બહાર થઇ ગયો હતો. શ્રીસંતે ટ્વિટ કરતા લખ્યું કે, “ખૂબ દુઃખ સાથે પરંતુ અફસોસ વિના, હું ભારે હૃદય સાથે આ કહું છું કે હું ભારતીય સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. આગામી પેઢીના ક્રિકેટરો માટે મેં મારી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દીનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મારો છે અને જો કે હું જાણું છું કે તે મને ખુશ નહીં મળે, પણ મારા જીવનમાં આ સમયે આ નિર્ણય લેવાનું આ યોગ્ય અને સન્માનજનક પગલું છે.
શ્રીસંતે આઈપીએલની 44 મેચમાં 40 વિકેટ ઝડપી
મેં દરેક ક્ષણને વહાલ કરી છે. શ્રીસંતની ક્રિકેટ કારકિર્દી પર નજર કરીએ તો તે સારી રહી છે. તેણે ભારતીય ટીમ માટે 27 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન શ્રીસંતે 87 વિકેટ ઝડપી છે. તેણે 53 વન-ડેમાં 75 વિકેટ ઝડપી છે. જ્યારે તેણે 10 ટી-ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચમાં 7 વિકેટ ઝડપી છે. શ્રીસંતે આઈપીએલની 44 મેચમાં 40 વિકેટ ઝડપી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).