Home Business “એપલ”એ લોન્ચ કર્યો સૌથી સસ્તો 5G iPhone, 11મી માર્ચથી ખરીદી શકાશે

“એપલ”એ લોન્ચ કર્યો સૌથી સસ્તો 5G iPhone, 11મી માર્ચથી ખરીદી શકાશે

Face Of Nation 09-03-2022 : એપલએ તેનો અત્યાર સુધીનો સૌથી સસ્તો 5G સપોર્ટ iPhone લૉન્ચ કર્યો છે. કંપનીએ આ હેન્ડસેટ સાથે iPhone 13 અને iPhone 13 Proના નવા કલર વેરિઅન્ટ પણ લોન્ચ કર્યા છે. iPhone SE-5Gની ડિઝાઇનમાં કોઈ મોટો ફેરફાર કરાયો નથી, પરંતુ સ્માર્ટફોન હવે 5G સપોર્ટ સાથે આવે છે. ભારત આ ફોનની કિંમત 43,900 રાખવામાં આવી છે, જે કિંમત થોડી વધારે છે. આ ફોન 11મી માર્ચથી ખરીદી શકાશે અને તેનું શિપિંગ 18મી માર્ચથી શરૂ થશે. તેમાં A15 બાયોનિક ચિપસેટ આપવામાં આવી છે. કંપનીએ આ સ્માર્ટફોનને iPhone SE 2020ના અનુગામી તરીકે લોન્ચ કર્યો છે. પ્રોસેસરની સાથે કંપનીનો દાવો છે કે, નવા iPhoneની બેટરી પરફોર્મન્સમાં પણ સુધારો થયો છે.
ફોનની આગળ અને પાછળ બંને બાજુ પ્રોટેક્ટીવ ગ્લાસ
Apple iPhone SE 5Gને કંપનીએ જૂની ડિઝાઈન સાથે લોન્ચ કર્યો છે, જે iPhone SE 2020માં જોવા મળ્યો હતો. આ સ્માર્ટફોનમાં 4.7 ઈંચની રેટિના એચડી સ્ક્રીન છે. ફોનની આગળ અને પાછળ બંને બાજુ પ્રોટેક્ટીવ ગ્લાસ આપવામાં આવ્યા છે. કંપનીએ કહ્યું કે નવા iPhone SE 5Gમાં એ જ પ્રોટેક્ટિવ ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે iPhone 13માં છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).