Home Sports ફરી વિવાદ : સર્બિયાના નોવાક જોકોવિચે હજુ સુધી કોરોનાની રસી લીધી નથી,...

ફરી વિવાદ : સર્બિયાના નોવાક જોકોવિચે હજુ સુધી કોરોનાની રસી લીધી નથી, અમેરિકામાં ટૂર્નામેન્ટ રમી શકશે ?

Face Of Nation 10-03-2022 : વિશ્વના સ્ટાર ટેનિસ ખેલાડીઓમાંના એક સર્બિયાના નોવાક જોકોવિચે હજુ સુધી કોવિડ-19 સામે રક્ષણ માટેની રસી લીધી નથી. તેનું નામ BNP પરિબા ઓપનમાં મેન્સ ડ્રોમાં છે, પરંતુ હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે તેને કોરોનાની રસી લીધા વિના યુએસમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે છે કે નહીં. અમેરિકામાં પ્રવેશ માટે કોરોનાની રસી મેળવવી ફરજિયાત કરવામાં આવી છે. સર્બિયાના 34 વર્ષીય ટેનિસ સ્ટાર ખેલાડી નોવાક જોકોવિચે પરિબાસ ઓપનમાં પુરૂષોના મુખ્ય ડ્રોમાં જગ્યા બનાવી લીધી છે. નોવાક જોકોવિચે હજુ સુધી કોરોનાની રસી લીધી નથી. જ્યારે અમેરિકામાં પ્રવેશ માટે તે ફરજિયાત છે. ટુર્નામેન્ટ અધિકારીઓએ કહ્યું છે કે, ઈન્ડિયન વેલ્સ માસ્ટર્સમાં ભાગ લેવા માટે રસીના તમામ ડોઝ જરૂરી છે.
ગત મહિને દુબઈમાં વર્ષમાં પહેલી ટુર્નામેન્ટમાં રમ્યો હતો
ચાલુ વર્ષે 2022 જાન્યુઆરીમાં નોવાક જોકોવિચને કોરોના રસીકરણ નિયમોને કારણે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ કારણોસર તે વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન-2022માં ભાગ લઈ શક્યો ન હતો. ત્યારબાદ તે ગત મહિને દુબઈમાં વર્ષમાં પહેલી ટુર્નામેન્ટમાં રમ્યો હતો. જ્યાં તે ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચ્યો હતો પણ ત્યાં યુવા ખેલાડી જીરી વેસ્લી સામે હારી ગયો હતો અને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયો હતો.
અમેરિકામાં પ્રવેશવાની પરવાનગી લઈને રમી શકશે કે નહીં તે હજુ નક્કી નથી
ઈન્ડિયન વેલ્સ માટે પુરુષોનો ડ્રો યોજાયો હતો. જેમાં નોવાક જોકોવિચનું નામ પણ હતું. તેને પ્રથમ રાઉન્ડમાં બાય મળ્યો હતો અને તે બીજા રાઉન્ડમાં ડેવિડ ગોફીન અથવા જોર્ડન થોમ્પસન વચ્ચેની મેચમાં વિજેતા ખેલાડી સામે ટકરાશે. ટુર્નામેન્ટના અધિકારીઓએ એક નિવેદનમાં કહ્યું, ‘અમે તેની ટીમ સાથે વાત કરી રહ્યા છીએ. તે અમેરિકામાં પ્રવેશવાની પરવાનગી લઈને રમી શકશે કે નહીં તે હજુ નક્કી નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).