Face Of Nation 10-03-2022 : ઉત્તરપ્રદેશમાં મતગણતરીના 3 કલાક પૂર્ણ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગીની જોડી ફરી હિટ થતી જોવા મળી રહી છે. ટ્રેન્ડમાં ભાજપે 250 બેઠકને પાર કરી લીધી છે, એટલે કે બહુમતીના 203ના આંકડા કરતાં ઘણી વધારે છે. જોકે, ગત ચૂંટણીના મુકાબલે BJPને 50 સીટોનું નુકસાન થતુ જોવા મળી રહ્યું છે જ્યારે અખિલેશને 66 સીટોનો ફાયદો થઈ રહ્યો છે. કોંગ્રેસ અને બસપા ડબલ ડિજિટનો આંક પણ પાર નથી કરી શક્યા. સપાનો આંકડો પણ 100ને પાર કરી ગયો છે. યોગી આદિત્યનાથ ગોરખપુરથી આગળ છે અને અખિલેશ યાદવ કરહાલથી આગળ છે, પરંતુ કાશી વિશ્વનાથ સીટ પરથી ભાજપના ઉમેદવાર નીલકંઠ તિવારી પાછળ ચાલી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).