Home Gujarat પ્રધાનમંત્રી રોડ શોની તૈયારીઓ; ગાંધીનગર કમલમ ખાતે મંડપ બાંધ્યા, એરપોર્ટથી કમલમ સુધી...

પ્રધાનમંત્રી રોડ શોની તૈયારીઓ; ગાંધીનગર કમલમ ખાતે મંડપ બાંધ્યા, એરપોર્ટથી કમલમ સુધી 50 સ્ટેજ તૈયાર

Face Of Nation 10-03-2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે. એરપોર્ટથી ગાંધીનગર કમલમ કાર્યાલય સુધી પ્રધાનમંત્રીનો રોડ શો યોજાશે. રોડ શોને લઇ તૈયારીઓને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે. પ્રધાનમંત્રીના અભિવાદન માટે 4 લાખ લોકો હાજર રહેવાના છે. લોકોને ઉભા રહેવા માટે રોડની ડાબી તરફ રેલીગ કરી દેવામાં આવી છે. એરપોર્ટથી લઇ અને કમલમ સુધી 50 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સમગ્ર રૂટ પર અત્યારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. દરેક પોઇન્ટ પર DYSP અને PI કક્ષાના અધિકારીઓને રાખવામાં આવ્યા છે. ઈન્દિરાબ્રિજ પર ભાજપના ઝંડા પણ લગાવી દેવામાં આવ્યા છે.પ્રધાનમંત્રીના કાફલો એરપોર્ટથી કમલમ સુધી પહોંચે તેનું ગ્રાન્ડ રિહર્સલ પણ આજે યોજાયું હતું.
કોરોના પછી પ્રધાનમંત્રી મોદીનો આ સૌથી મોટો કાર્યક્રમ
પાટીલે વધુમાં ઉમેર્યું હતું કે 11મીએ સવારે દિલ્હીથી પ્રધાનમંત્રી અમદાવાદ એરપોર્ટ આવશે. એરપોર્ટથી કમલમ સુધી રોડ શો યોજાશે. પ્રધાનમંત્રીના આ રોડ શોમાં 4 લાખ લોકો અભિવાદન માટે આવશે, જેમાં અલગ અલગ સમાજ, સંસ્થાઓ, NGO અને કાર્યકર્તાઓ નક્કી કરેલા સ્થળે હાજર રહેશે. કોરોના પછી પ્રધાનમંત્રી મોદીનો આ સૌથી મોટો કાર્યક્રમ છે. પ્રધાનમંત્રી કમલમમાં નેતાઓ સાથે બેઠક કરશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).