Home Politics પંજાબના લોકોએ કમાલ કર્યો, આપે છેલ્લા 7 વર્ષમાં સિસ્ટમ બદલીઃ કેજરીવાલ

પંજાબના લોકોએ કમાલ કર્યો, આપે છેલ્લા 7 વર્ષમાં સિસ્ટમ બદલીઃ કેજરીવાલ

Face Of Nation 10-03-2022 : પંજાબમાં જીત પછી અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં મીડિયાને સંબોધી રહ્યાં છે. તેમણે કહ્યું કે સુખબીર સિંહ બાદલ, કેપ્ટન અમરિંદર સિંહ, પ્રકાશ સિંહ બાદલ સીએમ ચન્ની, બિક્રમ સિંહ મજેઠીયા, નવજોત સિંહ સિદ્ધૂ હારી ગયા છે. પંજાબના લોકોએ કમાલ કર્યો છે. તેમણે કહ્યું કે આપે છેલ્લા સાત વર્ષમાં સિસ્ટમ બદલી છે. પોતાના સંબોધન પહેલા સીએમ કેજરીવાલ દિલ્હીના હનુમાન મંદિર પહોંચ્યા હતા.
આઝાદી મળી પણ સિસ્ટમ અંગ્રેજોવાળી જ રહી
આઝાદી મળ્યા પછી આપણે સિસ્ટમ ન બદલી તો કંઈ થવાનું નથી. દુ:ખની વાત છે કે 75 વર્ષથી આ લોકોએ અંગ્રેજોવાળી સિસ્ટમ રાખી હતી. દેશને લૂંટી રહ્યા હતા. કોઈ સ્કૂલ ન બનાવી, કોઈ હોસ્પિટલ ન બનાવી, લોકોને જાણી જોઈને ગરીબ રાખવામાં આવ્યા. આમ આદમી પાર્ટીએ આ સિસ્ટમ બદલી છે. અમે ઈમાનદાર રાજનીતિની શરૂઆત કરી છે. અમે લોકોના કામની શરૂઆત કરી છે. હવે બાળકોની સ્કૂલો બને છે. ગરીબોના બાળકોને સારું શિક્ષણ મળવા લાગ્યું છે. બાબાસાહેબ આંબેડકર અને ભગતસિંહનું સપનું પૂરું થવા લાગ્યું છે. આ આટલું સરળ નથી. આ બધી તાકતો સાથે મળીને દેશને આગળ વધતો રોકવા માંગે છે. આમ આદમી પાર્ટી વિરુદ્ધમાં મોટા ષડયંત્રો કર્યા હતા.
આતંકવાદી નથી, ભારત માતાનો સાચો સપૂત છું- મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું કે આપની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. મને આતંકવાદી કહેવામાં આવ્યો હતો. જોકે પરિણામે સાબિત કર્યું કે, હું આતંકવાદી નથી ભારત માતાનો સાચો સપૂત છું. કેજરીવાલે કહ્યું કે પહેલા દિલ્હીમાં પછી પંજાબમાં ઈકલાબ થયો. હવે આખા દેશમાં ઈંકલાબ થશે. તેમણે વધુમાં કહ્યું કે સીએમ ચન્નીને લાભ સિંહ ઉડઈએ હરાવ્યા છે. તે મોબાઈલ રિપેરિંગની દુકાનમાં કામ કરતા હતા.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).