Home Uncategorized પંજાબે પુરવાર કર્યું, જે પ્રજા હિતની વિરુદ્ધ નિર્ણય લે તેને તગેડી મુકો...

પંજાબે પુરવાર કર્યું, જે પ્રજા હિતની વિરુદ્ધ નિર્ણય લે તેને તગેડી મુકો જેથી નેતાઓ આપખુદશાહી ન બને

Face Of Nation 10-03-2022 : જ્યારે પંજાબમાં ચૂંટણી સભા યોજવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો રોકીને વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે જ પંજાબી પાવરનો મોદી સહીત સમગ્ર ભાજપને અનુભવ થઇ ગયો હતો. યુપી, પંજાબ સહિત પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ આવી ચુક્યા છે. મોદી અને ભાજપને પ્રજાએ ખરા અર્થમાં પંજાબે પોતાનો પાવર દેખાડી દઈ પુરવાર કર્યું છે કે, સત્તા નહિ પણ પ્રજા જ સર્વોપરી છે. યુપી, ઉત્તરાખંડ અને મણિપુરમાં ભાજપની સીટોમાં ઘટાડો થયો, પંજાબમાં સફાયો થયો. મોદીએ જે ખેડૂત વિરોધી નિર્ણયો લીધા તેનું પરિણામ પંજાબે દેખાડીને જાણે કે કહી દીધું છે કે, જે પ્રજા વિરોધી નિર્ણયો લે તેને તગેડી મુકો જેથી નેતાઓ આપખુદશાહી ન બને. ઉલ્લેખનીય છે કે,પંજાબમાં અગાઉ ભાજપ સરકાર નહોતી પણ છતાં ભાજપે જે રીતે મહેનત કરી છતાં પ્રજાનો વિશ્વાસ ન મેળવી શકાયો તે એક મોટી લપડાક સમાન છે.
ખુદ પ્રધાનમંત્રીએ જાહેર સભાઓ અને રેલીઓ કરીને મતદારોને આકર્ષવા કે મત આપવાની અપીલ કરવા નીકળવું પડ્યું હોવા છતાં હારનો સામનો થયો તે એક વિશ્લેષણ કરવા જેવી બાબત ચોક્કસ છે. આમ જોવા જઈએ તો રેકોર્ડ એ પણ છે, કે મોદી એવા પહેલા વડાપ્રધાન હશે કે જેઓ દરેક રાજ્યની ચૂંટણીમાં ભાજપને જીતાડવા સભાઓ દ્વારા બેફામ વિરોધીઓ ઉપર વરસે છે. તમારી લોકપ્રિયતા કે તમે લોકપ્રિય નેતા ત્યારે કહેવાઓ જ્યારે કોઈ સભા કે રેલી વિના પ્રજા તમને જંગી બહુમતીથી માત્ર તમારી કામગીરી જોઈને ચૂંટી કાઢે. ખેર ! હાલ પંજાબે ભારત દેશની રાજનીતિમાં બદલાવ લાવવાની અને અન્ય રાજ્યોની પ્રજાને વિચારવાની સમજણ આપી દીધી છે.
પંજાબમાં આમ આદમી પાર્ટીને સત્તાનું સુકાન સોંપીને ખરેખર પંજાબવાસીઓએ સૌને ચોંકાવી દીધા છે. ભાજપે આપ સહિતના રાજકીય પક્ષોનો વિરોધ કરવા એડીચોટીનું જોર લગાવ્યું હતું છતાં તેમાં કોઈ જ ફાવટ આવી નથી. પંજાબમાં જીત પછી અરવિંદ કેજરીવાલે સંબોધનમાં કહ્યું હતું કે પંજાબમાં જીત મળી છે, આજે મોટી મોટી ખુરશીઓ હલી ગઈ છે. જે મોટા માથાઓ હતા તે બધાં હારી ગયાં છે. અમે પ્રામાણિકતાનું રાજકારણ શરૂ કર્યું અને આખી સિસ્ટમને બદલી દીધી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દરેક પાર્ટીએ અમારી વિરુદ્ધ કાવતરાં ઘડ્યાં હતાં, એ સફળ ના થયાં તો તેમણે મને આતંકવાદી પણ કહી દીધું હતું. પરંતુ આજે જનતાએ પુરાવો આપી દીધો છે કે હું આતંકવાદી નહીં, પરંતુ એક સાચો દેશભક્ત છું. અમે એક એવું ભારત બનાવીશું, જ્યાં દરેક બાળકને શિક્ષણ મળશે.
ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી હાર્યા ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામી તેમની સીટ ખટીમાથી 6000 વોટથી ચૂંટણી હાર્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ભુવન કાપડીએ સીએમને માત આપી છે.
જે રીતે ભાજપ પોતાની અને મોદીની છબી લોકો સમક્ષ રજુ કરે છે તે જોતા પંજાબમાં હાર એ મોટી લપડાક છે. જો પ્રજા માટે કોઈ નેતા લોકપ્રિય હોય તો તેની બહુમત નક્કી હોય છે. પંજાબ જીતવા મોદીએ દિલ્હીમાં પંજાબી આગેવાનોને બોલાવી બેઠક કરી, ગુરુદ્વારાની મુલાકાત કરી છતાં તેની કોઈ જ અસર મતદારો ઉપર પડી નહીં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).