Home News ફરી ચાલ્યો PM મોદીનો જાદુ; PM મોદીના મેજિક સામે વિપક્ષનું સરેન્ડર

ફરી ચાલ્યો PM મોદીનો જાદુ; PM મોદીના મેજિક સામે વિપક્ષનું સરેન્ડર

Face Of Nation 09-03-2022 : ઉત્તર પ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ, પંજાબ અને મણિપુર એમ પાંચ રાજ્યોના પરિણામ સામે આવી ગયા છે અને સ્થિતિ લગભગ સ્પષ્ટ થઈ ચૂકી છે. પંજાબમાં આમ આદમી પાર્ટી સત્તામાં આવે છે જ્યારે બાકીના ચાર રાજ્યોમાં ભાજપની સરકાર રચાય તેવું ચિત્ર ઉભર્યું છે. આ બધા વચ્ચે રાજ્યસભાની સંરચના તો બદલાશે જ સાથેસાથે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઈલેક્ટોરલ કોલેજ પણ પ્રભાવિત થશે અને તેની અસર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દેખાશે. રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં આ પાંચ રાજ્યોની 19 રાજ્યસભા સીટ ખાલી થવાની છે. જે યુપી, ઉત્તરાખંડ અને પંજાબમાં છે અને આ સીટનો ફેંસલો નવા ચૂંટાયેલા ધારાસભ્યો જ કરશે. જુલાઈમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી રસપ્રદ બની રહેશે.
રાષ્ટ્રપતિની ચૂંટણી જુન અથવા જુલાઈમાં થશે
આ વર્ષે રાજ્યસભાની 75 સીટ ખાલી થવાની છે. તેમાંથી 73 સીટને રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં જ ભરી લેવામાં આવશે. મોટાભાગના સદસ્ય એપ્રિલમાં રિટાયર થશે. રાષ્ટ્રપતિની ચૂંટણી જુન અથવા જુલાઈમાં થશે. સાત નોમિનેટેડ સદસ્યોને બાજુએ મૂકીએ તો પણ 73માંથી 66 સાંસદ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વોટ આપશે. તેમાંથી 19 સીટ આ પાંચ રાજ્યોની છે. યુપીની 11, પંજાબની 7 અને ઉત્તરાખંડની 1 સીટ છે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).