Home Uncategorized ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપની સીટોમાં ઘટાડો થયો, મોદી સરકારે ભાજપનું રાજકારણ...

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપની સીટોમાં ઘટાડો થયો, મોદી સરકારે ભાજપનું રાજકારણ બદલ્યું : નડ્ડા

Face Of Nation 10-03-2022 : ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપની સરકાર બની પરંતુ અગાઉ કરતા સીટોમાં ઘટાડો દેખાયો છે. ઉત્તરપ્રદેશમાં અગાઉ કરતા ભાજપની 50થી વધુ સીટો ઘટી છે જયારે ઉત્તરાખંડમાં પણ દસેક સીટોમાં ઘટાડો જોવા મળ્યો છે. ઉત્તરપ્રદેશમાં કુલ 403 સીટો છે જયારે ઉત્તરાખંડમાં કુલ 70 સીટો છે. પંજાબમાં આમ આદમી પાર્ટી સમગ્ર દેશ કક્ષાએ એક મજબૂત વિરોધ પાર્ટી બની રહી છે. આજે સાંજે દિલ્હી ભાજપ પાર્ટી કાર્યાલયમાં જીતની ઉજવણી શરૂ થઈ ગઈ હતી સાથે ગુજરાત ભાજપ કાર્યાલયે પણ જીતની ઉજવણી કરવામાં આવી હતી. દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પ્રદેશ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ પહોંચી ગયા હતા અને કાર્યકરો સહીત દેશને સંબોધન કર્યું હતું.
નરેન્દ્ર મોદીએ નિર્ણય માટે મતદારોનો આભાર માનતા જણાવ્યું હતું કે, અમારા કાર્યકર્તાઓ જનતાનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા છે. જેને લઈને પાર્ટીના દરેક કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું છું. યુપીમાં પહેલીવાર કોઈ સરકાર બીજી વખત રિપીટ થઈ છે. મણિપુર-ગોવા-ઉત્તરાખંડમાં અમે સરકાર બનાવીએ છીએ. ગોવામાં ત્રીજી વાર જનતાએ સેવા કરવાનો મોકો આપ્યો છે.
જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, જનતાએ ફરી બીજેપી સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. યુપીની જનતાએ મોદીને ચાર વખત જીતાડ્યા છે. મોદીજીના નેતૃત્વમાં પ્રચંડ જીત મળી છે. ભારતની જનતાની કેમેસ્ટ્રી મોદી સરકાર સાથે મેચ થાય છે. ગરીબો-વંચિતોની કેમેસ્ટ્રી મોદી સાથે મેચ થાય છે. ભાજપ સરકાર પરિવારવાદમાં નથી માનતી. મોદી સરકારે ભાજપનું રાજકારણ બદલી દીધું છે. તેઓ જનતાની વચ્ચે જાય છે અને જનતાના આશિર્વાદ લે છે. અમે વિકાસ, યુવા-મહિલા સશક્તિ કરણની રાજનીતિ ચલાવીએ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).