Home Uncategorized વિશ્વમાં ચર્ચાસ્પદ બનેલા ખેડૂત આંદોલન બાદ પંજાબની ચૂંટણી અને પરિણામો મહત્વના હતા

વિશ્વમાં ચર્ચાસ્પદ બનેલા ખેડૂત આંદોલન બાદ પંજાબની ચૂંટણી અને પરિણામો મહત્વના હતા

Face Of Nation 10-03-2022 : સમગ્ર વિશ્વમાં ચર્ચાસ્પદ રહેલા અને ભારત સહીત અન્ય દેશોમાં પણ જેનો વિરોધ ઉઠેલો તેવા ખેડૂત કાયદાઓ પરત ખેંચવાના આંદોલન બાદ પંજાબની ચૂંટણી અને પરિણામો અતિ મહત્વના હતા. કેમ કે, દિલ્હીની એટલે કે કેન્દ્ર સરકારની ગાદી હલાવી નાખનાર આ આંદોલન બાદ મોદી સરકારે પોતાના નિર્ણયો અને કાયદા પરત ખેંચવા પડ્યા હતા. આ આંદોલન એટલું ઉગ્ર હતું કે તેના પડઘા પણ એટલા જ પડ્યા હતા. મોદી સરકાર માટે પહેલી વાર એવી સમય હતો કે મજબૂત આંદોલનને ધ્યાને લઇ પીછેહઠ કરવાની ફરજ પડી હતી. આજે દેશભરનું મીડિયા કે લોકો યુપી સહિતના રાજ્યોમાં ભાજપની જીતની નોંધ લઇ રહ્યા છે અને જાણે કે ભાજપ સમગ્ર ભારતની ચૂંટણીઓ જીતી ગયું હોય તેવું ચિત્ર ખડું થઇ રહ્યું છે. પરંતુ એ સચ્ચાઈને નકારી ન શકાય કે, જે આંદોલનની સમગ્ર વિશ્વમાં નોંધ લેવાઈ હતી તે આંદોલનના કેન્દ્રબિંદુના ચૂંટણી પરિણામો અતિ મહત્વના છે.
યુપી કે ઉત્તરાખંડમાં એવી કોઈ ઘટના નહોતી કે જે વિશ્વ કક્ષાએ ગાજી હોય પરંતુ પંજાબનું આંદોલન સમગ્ર વિશ્વમાં ચર્ચાસ્પદ હતું ત્યારે એ વાત નકારવા જેવી નથી કે, જો મોદી સરકારે ખેડૂત વિરોધી કાયદા અમલી ન મુક્યા હોત તો આજે પંજાબમાં ભાજપની જીત થઇ હોત પરંતુ મોદીએ લીધેલા નિર્ણય અને ત્યારબાદ આંદોલન દરમ્યાન થયેલા અનેક ખેડૂતોના મોતથી પંજાબીઓ રીતસરના ગિન્નાયેલા હતા. મોદીએ જયારે પંજાબની મુલાકાત લીધી ત્યારે લોકોનો એટલી હદે વિરોધ થયો હતો કે, મોદીએ પરત ફરી જવું પડ્યું અને એરપોર્ટ ઉપર પહોચતાની સાથે જ કહ્યું કે, તમારા સીએમનો આભાર માનજો કે હું જીવતો પરત પહોંચી શક્યો. મોદીનું આ નિવેદન એવું કહી જતું હતું કે, 56ની છાતી ધ્રુજી ગઈ હતી. જો કે ત્યારબાદ મોદીએ હંમેશા દિલ્હીથી જ પંજાબને જીતવા શક્ય તેટલા પ્રયાસો કર્યા. જો કે આ વિરોધ કે આ બાબત સામાન્ય કહી શકાય તેમ નહોતી છતાં તેને વડાપ્રધાનની સુરક્ષાના નામે પલ્ટી નાખવામાં આવી પરંતુ હકીકત એ પણ છે કે, એ સમયે જે પંજાબીઓ રસ્તે ઉતર્યા હતા તેમનો રોષ કેન્દ્રની સત્તા સામે આસમાને હતો અને ચૂંટણી દરમ્યાન તે રોષ તેમને મત દ્વારા દેખાડી દીધો.
ખેર ! ભાજપે લીધેલા ખોટા નિર્ણયો અને કાયદાઓ આજે તેને ચૂંટણી પરિણામ મારફતે દેખાયા છે. જેની સીધી અસર આમ આદમી પાર્ટીને થઇ છે. કોંગ્રેસની તો વાત કરી શકાય તેમ જ નથી કેમ કે કોંગ્રેસ હવે નામ પૂરતી સીમિત રહી ગઈ છે. કોંગ્રેસના વિરોધની કે કોંગ્રેસની બુમરાણની હવે પ્રજા ઉપર કોઈ અસર પડી ન રહી હોય તેવું લાગી રહ્યું છે એટલે કોંગ્રેસ માત્ર નોંધ લેવા પૂરતી સીમિત થઇ ગઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપની સીટોમાં ઘટાડો થયો, મોદી સરકારે ભાજપનું રાજકારણ બદલ્યું : નડ્ડા