Home Uncategorized પ્રધાનમંત્રીએ કહ્યું કે, કાર્યકરોએ મને વચન આપ્યું હતું કે, ‘હોળી 10 માર્ચથી...

પ્રધાનમંત્રીએ કહ્યું કે, કાર્યકરોએ મને વચન આપ્યું હતું કે, ‘હોળી 10 માર્ચથી શરૂ થશે અને તમામ કાર્યકરોએ આ વચન પાળ્યું છે’

Face Of Nation 10-03-2022 : દિલ્હીમાં બીજેપી કાર્યાલયમાં પ્રધાનમંત્રી મોદીએ દરેક કાર્યકર્તાઓ અને મતદારોનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, અમારી માતાઓ-બહેનોએ જે રીતે બીજેપીને સમર્થન આપ્યું છે તે એક મોટો મેસેજ છે. તેમણે કહ્યું કે, ફર્સ્ટ વોટર્સે પણ ખૂબ સારી રીતે મતદાન આપીને બીજેપીની જીત નિશ્ચિત બનાવી છે. પીએમએ કહ્યું કે, બીજેપીના કાર્યકર્તાઓએ મને વાયદો કર્યો હતો કે હોળી 10 માર્ચથી શરૂ થઈ જશે. અને દરેક કાર્યકર્તાઓએ તેમનો વાયદો નીભાવ્યો છે. આ ઉત્સવ લોકતંત્ર માટે છે. બીજી તરફ ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સહિત ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત પછી આજે સાંજે દિલ્હી પાર્ટી કાર્યાલયમાં જીતની ઉજવણી કરાઈ હતી.
સબકા સાથ, સબકા વિકાસ અને સૌનો પ્રયાસ
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, યુપીના પ્રેમે મને યુપીવાળો પણ બનાવ્યો છે. યુપીના લોકોનું ધ્યાન માત્ર વિકાસ પર હોવું જોઈએ. પ્રધાનમંત્રી મોદીએ સબકા સાથ, સબકા વિકાસ અને સબકા પ્રયાસના નારા સાથે રાજ્યોના વિકાસની વાત કરી.
પરિવારવાદનો સૂર્યાસ્ત થશે :પ્રધાનમંત્રી મોદી
પ્રધાનમંત્રી મોદીએ પરિવારવાદની રાજનીતિ પર પણ પ્રહાર કર્યા હતા. કહ્યું કે, હું કોઈ પરિવારની વિરુદ્ધ નથી. પરિવારવાદે ઘણા રાજ્યોને નુકસાન પહોંચાડ્યું છે. મારા શબ્દો લખી રાખજો. મને ખાતરી છે કે, એક દિવસ લોકો દેશમાંથી પરિવારવાદની રાજનીતિનો અંત લાવશે. એક દિવસ પરિવારવાદનો સૂર્યાસ્ત થશે.
આ પરિણામો હવે 2024થી જોડવામાં આવશે: PM મોદી
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, કેટલાક રાજકીય નિષ્ણાતોએ કહ્યું હતું કે, 2019ની જીત 2017માં જ નક્કી થઈ ગઈ હતી. તેમણે કહ્યું કે હું એ પણ જાણું છું કે, આ સમજદારો ફરી એકવાર કહેશે કે, 2022ના પરિણામો 2024ના પરિણામો નક્કી કરી દીધા છે. આ પરિણામો હવે 2024 થી ઉમેરવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).