Home News ભાજપને ચારે દિશામાંથી આશીર્વાદ મળ્યા, તો ગોવામાં જીતની હેટ્રિક : પ્રધાનમંત્રી

ભાજપને ચારે દિશામાંથી આશીર્વાદ મળ્યા, તો ગોવામાં જીતની હેટ્રિક : પ્રધાનમંત્રી

Face Of Nation 10-03-2022 : પ્રધાનમંત્રી મોદીએ યુપીના પરિણામો પર કહ્યું કે, યુપીએ દેશને ઘણા પ્રધાનમંત્રી આપ્યા છે. પરંતુ પ્રથમ વખત કોઈ મુખ્યમંત્રી ફરી ચૂંટાયા છે. 37 વર્ષ પછી પહેલીવાર ફરી સરકારનું પુનરાવર્તન થયું. ગોવામાં જીતની હેટ્રિક. ઉત્તરાખંડમાં પહેલીવાર સરકારનું પુનરાવર્તન થયું છે. ભાજપને ચારે દિશામાંથી આશીર્વાદ મળ્યા છે.
હું ગરીબોને તેમનો હક આપ્યા વિના શાંતિથી બેસીશ નહીં : પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, દેશમાં ગરીબોના નામે ઘણી યોજનાઓ બનાવવામાં આવી, જાહેરાતો પણ ઘણી કરવામાં આવી, પરંતુ તેના પર જેનો અધિકાર હતો તેમને આ અધિકાર નથી મળ્યો. પરંતુ ભાજપે ખાતરી કરી કે, ગરીબોને તેમનો હક મળે. ભાજપ ગરીબોને ખાતરી આપે છે કે, સરકાર દ્વારા નક્કી કરાયેલી યોજનાઓ દરેક ગરીબ સુધી ચોક્કસ પહોંચશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, હું ગરીબોને તેમના ઘર સુધી પહોંચાડ્યા વિના શાંતિથી બેસીશ નહીં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).