Home Gujarat ભારત સરકાર-WHO વચ્ચે કરાર; જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાને...

ભારત સરકાર-WHO વચ્ચે કરાર; જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાને મંજૂરી અપાઈ

Face Of Nation 10-03-2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારત સરકાર અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) વચ્ચે કરાર પર હસ્તાક્ષર કરીને ગુજરાતના જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (WHO GCTM)ની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. આયુષ મંત્રાલય હેઠળ જામનગરમાં WHO GCTM ની સ્થાપના કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત ચિકિત્સા પધ્ધતિઓ માટે આ પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક કેન્દ્ર હશે.
પ્રધાનમંત્રીએ WHOની આ પહેલની પ્રશંસા કરી હતી
વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબેરેયસસે ભારતના પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં 13મી નવેમ્બર, 2020ના રોજ 5મા આયુર્વેદ દિવસના અવસરે ભારતમાં WHO-GCTMની સ્થાપનાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીએ WHOની આ પહેલની પ્રશંસા કરી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે WHO-GCTM વૈશ્વિક સુખાકારીના કેન્દ્ર તરીકે ઉભરી આવશે, પુરાવા આધારિત સંશોધન, તાલીમ અને પરંપરાગત દવા માટે જાગૃતિને પ્રોત્સાહન આપશે.આ કેન્દ્રની સ્થાપના માટે પ્રવૃત્તિઓના સંકલન, અમલ અને દેખરેખ માટે સંયુક્ત ટાસ્ક ફોર્સ (JTF)ની રચના કરવામાં આવી છે. JTFમાં ભારત સરકાર, ભારતનું કાયમી મિશન, જીનીવા અને વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. આ પરિપેક્ષ્યમાં, ITRA, જામનગર, ગુજરાત ખાતે એક વચગાળાનાં કાર્યાલયની સ્થાપના કરવામાં આવી રહી છે જેથી ઓળખાયેલી તકનીકી પ્રવૃત્તિઓ અને સંપૂર્ણ રીતે કાર્યરત WHO GCTMનું આયોજન કરવામાં આવે.
પરંપરાગત ભારતીય ચિકિત્સા પધ્ધતિને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થશે
પરંપરાગત દવાએ આરોગ્ય સંભાળ વિતરણ પ્રણાલિનો મુખ્ય આધારસ્તંભ છે અને સારા સ્વાસ્થય અને સુખાકારી જાળવવામાં નિર્ણાયક ભુમિકા ભજવે છે. વિશ્વ 2030માં વિકાસ લક્ષ્યો માટે દસ વિષયનાં સીમાચિહ્નની નજીક છે ત્યારે સલામત અને અસરકારક પરંપરાગત દવા એ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવશે કે તમામ લોકોને ગુણવત્તાયુક્ત આવશ્યક આરોગ્ય સંભાળ સેવાઓ અને સલામત, અસરકારક અને સસ્તી આવશ્યક દવાઓ ઉપલબ્ધ છે. ડબ્લયુએચઓ-જીસીટીએમ સંબંધિત દેશોમાં પરંપરાગત દવાને નિયમન, એકીકૃત અને વધુ સ્થાન આપવામાં દેશો દ્વારા સામનો કરવામાં આવતા વિવિધ પડકારોને ઓળખશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).