Face Of Nation 11-03-2022 : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બે અઠવાડિયા થઈ ગયા છે. હજુ પણ આ લડાઈના અંતના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. યુક્રેન સામેના તેના અભિયાનને વધુ તીવ્ર બનાવતા, રશિયાએ મેરીયુપોલમાં પ્રસૂતિ હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો છે. ઘણા દેશોએ રશિયાના આ પગલાની નિંદા કરી છે.
રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના રશિયા સામે કડક પગલાં
સાથે જ યુક્રેન પણ રશિયા સામે ઝૂકવાના મૂડમાં નથી. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ રશિયા સામે કડક પગલાં લેતા નવા કાયદાને મંજૂરી આપી છે. આ અંતર્ગત યુક્રેન રશિયાની સંપત્તિ જપ્ત કરી શકશે. આ કાયદો રશિયા અથવા તેના નાગરિકોની મિલકતોને વળતર વિના જપ્ત કરવાનો અધિકાર આપે છે. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, આ કાયદો યુક્રેનની સંસદે 3 માર્ચે પસાર કર્યો હતો. યુક્રેન માત્ર રશિયા વિરુદ્ધ કડક પગલાં નથી લઈ રહ્યું, પરંતુ અમેરિકા સહિત ઘણા યુરોપિયન દેશો પણ રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવી રહ્યા છે. આ દરમિયાન રશિયન પ્રમુખ પુતિને ચેતવણી આપી છે કે જો પશ્ચિમી દેશો રશિયાની મુશ્કેલીઓમાં વધારો કરવાનું ચાલુ રાખશે તો વૈશ્વિક ખાતરની કિંમતો વધુ વધી શકે છે.
વધતી કિંમતો માટે અમે જવાબદાર નથી : પુતિન
પુતિને કહ્યું કે રશિયા અને બેલારુસ વિશ્વના બજારોમાં ખાતરોના સૌથી મોટા સપ્લાયર્સમાં સામેલ છે. જો પશ્ચિમી દેશો સમસ્યાઓ ચાલુ રાખશે, તો પહેલેથી જ વધી રહેલા ખાતરના ભાવ વધુ વધશે. તમને જણાવી દઈએ કે,રશિયા વાર્ષિક 50 મિલિયન ટન ખાતરનું ઉત્પાદન કરે છે, જે વિશ્વના કુલ ઉત્પાદનના લગભગ 13 ટકા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).