Face Of Nation 11-03-2022 : રાજ્યમાં કોરોના મહામારીના પગલે રાજ્ય સરકારે માસ્ક પહેરવાનું ફરજિયાત કરી જે લોકો માસ્ક ન પહેરે તેની પાસેથી 1000 રૂપિયા દંડ વસુલવાનું આદેશ કર્યો હતો. જે અંતર્ગત જાહેરમાં માસ્ક પહેર્યા વગર ફરતા લોકોને દંડ ફટકારવાની કામગીરી કરાઈ રહી છે. જોકે આ સરકાર માટે આવકનો નવો સ્રોત બન્યો હોવાનું ચિત્ર બની રહ્યું છે કેમ કે છેલ્લા બે વર્ષમાં સરકારે માસ્ક બદલ 249 કરોડથી વધુની રકમ એકઠી કરી લીધી છે.માસ્ક પહેરવાના નિયમનો ભંગ કરનાર વ્યક્તિઓ પાસેથી વસુલવામાં આવેલ દંડ અંગે પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી સરકારે વિધાનસભામાં રજૂ કરી હતી. રાજ્યમાં બે વર્ષમાં માસ્ક પહેરવાના નિયમનો ભંગ કરનાર 36,26,572 વ્યક્તિઓ પાસેથી પોલીસે 249 કરોડ 10 લાખ 61 હજાર 20 રૂપિયાની દંડની રકમ વસૂલ કરી છે. માસ્ક ન પહોરવા બદલ પકડાયેલા અને સ્થળ પર દંડ ન ભરનાર 52,907 વ્યક્તિઓ વિરૂધ્ધ આઈપીસી 1860 તથા ધ એપેડેમીક ડિસીઝ એકટ -1897 હેઠળ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).