Face Of Nation 11-03-2022 : ઉત્તર પ્રદેશમાં બીજેપી ફરી સત્તામાં આવી છે. આમ, તો ચૂંટણી પહેલા ભાજપ તરીકે કોઈ મુખ્યમંત્રી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નહતા અને પ્રધાનમંત્રી મોદી-યોગી આદિત્યનાથની મહેનતથી જ આ ચૂંટણી લડવામાં આવી હતી. પરંતુ જ્યારે હવે ભાજપને બીજેપીમાં પ્રચંડ બહુમતી મળી છે ત્યારે મુખ્યમંત્રી પણ યોગી આદિત્યનાથ જ બનશે તે નક્કી છે. જો હવે પાર્ટી કાર્યાલયના આદેશથી યોગી આદિત્યનાથ જ બીજી વાર મુખ્યમંત્રી પદના શપથ લેશે તો સતત એક કાર્યકાળ પૂરો કરીને બીજી વાર મુખ્યમંત્રીના શપથ લેનાર નારાયણ દત્ત તિવારી પછી તેઓ છઠ્ઠા મુખ્યમંત્રી બનશે. આ પહેલાં હેમવતી નંદન બહુગુણા, ચન્દ્રભાનુ ગુપ્ત, ડૉ. સંમ્પૂર્ણાનંદ અને ગોવિંદ વલ્લભ પંતે સતત બે વખત તેમનો કાર્યકાળ પૂરો કર્યો છે.
ચન્દ્રભાનુ ગુપ્ત, નારાયણ દત્ત તિવારી અને માયાવતી 4 વાર યુપીના સીએમ બન્યા
જૂના રેકોર્ડ જોઈએ તો અલગ-અલગ સમય પર બે વાર શપથ લેનાર મુખ્યમંત્રીઓમાં માયાવતી સિવાય મુલાયમ સિંહ યાદવ અને કલ્યાણ સિંહનું નામ પણ સામેલ છે. એટલું જ નહીં માયાવતી અને અખિલેશ યાદવ પણ એવા મુખ્યમંત્રીઓની યાદીમાં સામેલ છે જેમણે ઘણાં સમય પછી મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે. પંડિત ગોવિન્દ વલ્લભ પંત ત્રણ વાર તો ચન્દ્રભાનુ ગુપ્ત, નારાયણ દત્ત તિવારી અને માયાવતી ચાર વાર યુપીના મુખ્યમંત્રી બન્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).